WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

રતન ટાટા: ભારતે જ નહી આખી દુનિયાએ એક સાચો ખરો અણમોલ કોહિનૂર હીરો ગુમાવ્યો છે.

આપણા દેશમાં વ્યક્તિ સફળ થાય બે પૈસા આવે એટલે હવામા ઉડવા લાગે છે આ વાત લગભગ તમામ રાજકારણીઓ ફિલ્મ સ્ટારો ઉધોગપતિઓ ક્રિકેટરોને લાગુ પડે છે. ઉધોગપતિઓ વિશે ભારતીયોના મનમાં બહુ ઈજ્જત આદર સન્માન નથી.

મોડી રાતે જયારે ભારતના સાચા અણમોલ ખરા રત્ન રતન ટાટાના સમાચાર આવ્યા કે તરત જ અમદાવાદ મુંબઈ સહિત દેશના ઘણા શહેરોમાં ગરબા તરત જ બઁધ કરી મૌન પાળવામાં આવ્યું. કેટલીક જગ્યા પર ગીત સંગીતના કાર્યક્મોં ચાલતા હતા તે પણ બઁધ કરવામાં આવ્યા. સ્વયંભુ લોકો આખા દેશમાં આમ કરતા હતા. કારણકે આ માણસે 3800 કરોડ તો કમાયા પણ સાથોસાથ ભારતના તમામ લોકોના દિલમાં મનમાં સ્થાન બનાવ્યું. 
આપણે અખબારોમા ટી. વી. પર રિલાયન્સ કે અદાણી વિશે ઘસાતું બોલાતું લખાતું સાંભળ્યું હશે. મુકેશ અંબાણી કે ગૌતમ અદાણી વિશે અણછાજતી ટીકા સાંભળી હશે પણ ટાટા ગ્રુપ કે રતન ટાટા વિશે ભાગ્યે જ આવું કઈ સાંભળ્યું હશે.
રતન ટાટાએ સમાજના વિકાસ માટે આરોગ્યની સંભાળ માટે શિક્ષણ માટે કરોડો કરોડો રૂપિયા દાનમાં આપતાં હતા. આજના નેતાઓની જેમ પાંચ કિલો ઘઉ પાંચ કિલો ચોખા આપી રેશનિંગની દુકાનો પર પોતાના નામ ફોટાવાલી થેલી મફત આપતાં નહોતા.

ટાટાની અંતિમયાત્રામાં આખો મરીન ડ્રાઈવ રોડ માનવમહેરામણથી જાણે લહેરાતો નજરે પડતો હતો. આને કહેવાય માં ભારતીના સાચા લાલ આ છે દેશના સાચા સપુત 
ભારતના બીજા ઉધોગપતિઓ પોતાની કંપનીના 35 થી 40 ટકા શેર પોતાની પાસે રાખી કંપનીઓ પર અંકુશ રાખે છે અને શેરબજારની વધઘટ સાથે કમાણી પણ કરે છે જયારે રતન ટાટા પાસે ટાટા જૂથના માત્ર 1 ટકો શેર છે બરાબર વાંચજો આ એક ટકા પણ ટાટાના ચેરિટેબલ ટ્રસ્ટ પાસે છે આ ટ્રસ્ટ આ પૈસા ગરીબો વંચિતોને મદદ કરવા વાપરે છે.

દુનિયામાં દરેક અમીર બધા જ એશોઆરામ ભોગવે છે. શાહીઠાઠ માઠથી રહે છે પણ 3600 કરોડના માલિક હોવા છતાં રતનટાટા સાદું જીવન જીવતા હતા.
રતન ટાટાએ બે દાયકા સુધી ટાટાગ્રુપનું નેતૃત્વ કર્યું. ટાટાગ્રુપ ભારતની સૌથી મોટી કંપનીઓમાની એક છે જેની વાર્ષિક આવક 100 બીલીયન ડોલરથી વધુ છે ટાટા આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતાપ્રાપ્ત બિઝનેસ લીડર હતા.
રતન ટાટા પારસી પરિવારના હતા પણ સર્વધર્મ સમભાવમાં માનતા હતા દરેક જાતિના લોકોની દિલ ખોલીને ઉદાર હાથે સેવા કરી છે. તમને જાણીને નવાઈ લાગશે ટાટા 86 વરસ જીવ્યા પણ આજીવન અપરણિત રહ્ય રતન ટાટાએ સામાન્ય માણસ માટે ઘણું કામ કર્યું છે રતન ટાટા તમને આજે પણ ઘર ઘરમાં જોવા મળશે. ટાટા નમક અને ટાટા ચાહ તમને દરેક ઘરમાં જોવા મળશે ટાટા એટલે વિશ્વાસ ટાટાએ પોતાના કોઈ પણ ઉત્પાદનમાં ઘરાકો સાથે છેતરપિંડી કોઈ દિવસ કરી નથી. ટાટા એટલે ભરોસો ટાટા એટલે વિશ્વાસ નમકથી લઈ ચાહ

 કારથી લઈ એરોપ્લેન સુધી સોયથી માંડીને ટ્રક સુધી ટાઇટન ઘડિયાળથી લઈ એ. સી. સુધી ટાટા જ ટાટા રતન ટાટા એ નફા માટે કોઈની જિંદગી સાથે રમત કરી નથી લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ દિવસ છેડછાડ કરી નથી. ભારતે જ નહી આખી દુનિયાએ એક સાચો ખરો અણમોલ કોહિનૂર ગુમાવ્યો છે 
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા 
સુરત 
93769 81427

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો