WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

આપણી પરંપરા આપણા સંસ્કાર આપણી સંસ્કૃતિનું હંમેશા જતન કરો.

પહેલા દિવાળી આવવામાં એક મહિનાની વાર હોય ત્યારે એક મહિના પહેલા જ દિવાળીની તૈયારીઓ શરૂ થઈ જતી હતી. આજુબાજુ પાડોશની બહેનો આખુ મહિલામંડળ બધા ભેગા મળીને સક્કરપારા મુઠીયા ચોરાફળી ફરસાણ મોહનથાળ બરફી પેંડા સહિતની મીઠાઈઓની વાનગીઓ મીઠાઈઓ ઘરમાં જ શુદ્ધ અને પૌષ્ટિક બનતી હતી.
નાનખટાઈ પણ ઘરમાં જ બનાવવાનો ટ્રેન્ડ હતો. મોહનથાળ તો કદાચ નવી પેઢીએ સાંભળ્યું પણ નહી હોય હવે ચોરાફળી સહિતના ફરસાણો તૈયાર પડીકા જ મળી જાય છે નાનખટાઈ પણ બેકરીવાલા પાડી આપે છે પછી ઘરમાં કોણ બનાવે? આવડે તો બનાવે ને ? 

આ બધા અથાણાં પાપડ મુઠીયા ચોરાફળી ઢોકળા વડા નાનખટાઈ વિગેરે બનાવવું એ પણ એક કળા છે હુન્નર છે જેની આપણે પુરુષ વર્ગે કદર કરી નથી.
નવા વરસના દિવસે વહેલી સવારે 4/5 વાગ્યે બધા ઉઠી જતા હતા પાંચ વાગે તો શણગારેલી લારીમાં મીઠુ ભરી મીઠુ તમારા આંગણે આવી જતું હતું.

જે પહેલા સબરસ તરીકે ઓળખાતું હતું સુરતની બધી ગલીઓમાં સબરસ સબરસની બુમો સંભળાય. નવા વરસે શુકનમાં સબરસ ખરીદવાની પરંપરા આજે પણ કેટલા ઘરોમાં સચવાઈ રહી છે. સબરસવાલા ભાઈ બે ચાર મુઠ્ઠી ભરીને સબરસ આપે એટલે બહેનો દસ રૂપિયા આપે. દિવાળીની રાત સુધી બધી બહેનો ખરીદી કરતી હતી.


અગિયારથી જ બહેનો ઘરનું આંગણું વાળી સાફ સફાઈ કરી રંગોળી પૂરતી હતી હવે તમે રંગોળીમા કલરની જગ્યા પર ફૂલોનો ઉપયોગ કરો તો તમારી રંગોળી વધુ આકર્ષક અને નયનરમ્ય લાગશે.
બાળકોને ફટાકડા ફોડવામાં મદદ કરો એનું ધ્યાન રાખો. તનકતારા ચકરડી ફુલઝડી કોઠી જેવા ફટાકડાની મજા લો ભારે બોમ્બો રોકેટ ફોડવાથી બચો. 

બહાર રસ્તા પર નહી અંદર હૃદયમાં મનમાં દિવા પ્રગટાવો બીજાના દિલમાં પણ દિવા અજવાળું કરો. બધાને સાથે લઈને હળીમળીને ચાલો.
સવારે પહેલા ઉઠીને નાહીધોઈને પવિત્ર થઈ વડીલો માતાપિતા દાદાદાદીના પગે પડી આશીર્વાદ લો એમની પાસે પંદર વીસ મિનિટ બેસો. એમની વાતો શાંતિથી સાંભળો એમની દુવા આશીર્વાદ મળશે તો તમારો બેડો પરિવાર થશે. પત્ની બાળકો સાથે બેસો બાળકો સાથે બાળક બની ધીંગામસ્તી કરો. 

મોટાપણાનો ભાર આ પાંચ દિવસ ઉતારી લો હળવાફૂલ થઈ જશો. જીવન જીવવા જેવું લાગશે તમને એક નવી ઉર્જા નવી શક્તિ નવો આત્મવિશ્વાસ મળશે. 

મહેરબાની કરીને તહેવારના આ પાંચ દિવસ ઘરે ખંભાતી તાળા મારીને ફરવા જજો નહી ઘર ખુલ્લું રાખજો. મા લક્ષ્મી સાથે માતા સરસ્વતીની પણ તમારા પર કૃપા થશે. આપનાં સંસ્કાર આપણી ભારતીય સંસ્કૃતિ આપણો ધર્મ આપણી ઉજજવલ પરંપરા આપણા રીતિરિવાજો આપણી રૂઢિઓનું જતન કરો. એણે ખરા દિલથી સાચવો.
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા 
સુરત 
93769 81427

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો