WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

સુરતની ધર્મિક રોનક: દાઊદી વહોરા સમાજના આલી કદર મૌલા સાહેબના પવિત્ર મિલાદ મુબારકનો અવસર

સુરતમાં હમણાં તહેવારોની સીઝન ચાલુ છે. અર્થતંત્ર ગતીમાં આવી રહ્યું છે. બજારોમાં રોનક દેખાય રહી છે. એવા સમયે દાઊદી વહોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ આલી કદર સેયદના મુફદલ સેફુદ્દીન સાહેબ ત.ઉ. સ. આપના મિલાદ મુબારકના મોકે પર સુરત તશરીફ લાવ્યા છે 
આપ સાહેબ જયારે જયારે સુરત પધારે છે ત્યારે સુરતની સુરતને ચાર ચાંદ લાગી જાય છે 
ઝાંપાબજાર સહિત દાઊદી વોહરા સમાજની દરેક શેરી મોહલ્લા અરે દરેક ઘરોમાં એક અનોખી રોનક આવી જાય છે. જાણે સુરતની દરેક શેરી મોહલ્લા જીવંત થઈ જાય છે.
આપ સાહેબના ફરમાન મુજબ દરેક મોહલ્લા શેરીમાં બરાબર સાફ સફાઈ સતત ચાલુ જ રહે છે તમે કોઈ પણ ગલીમાં જાવ તમને બધી શેરી મોહલ્લા ચોખ્ખા ચણાક દેખાશે ધૂળમાટીનું પણ નામોનિશાન દેખાશે નહી.
દાઉદી વોહરા સમાજ તેમની શિસ્ત એકતા મીઠી બોલી વ્યાપાર રોજગાર માટે જાણીતો છે.
ઝાંપાબજારમાં તમને હજારો સમાજના લોકોની ભીડ દેખાશે પણ ક્યાય ઊંચો અવાજ બોલાચાલી જોવા મળશે નહી સવારે નાસ્તા ધાર્મિક શિક્ષણ માટે અલાયદી ઉમદા વ્યવસ્થા બપોરનુ ભોજન સાંજના બીજા કાર્યક્રમોં રાતે પાછી જમવાની ફાઈવ સ્ટાર હોટલને પણ ટક્કર મારે એવી વ્યવસ્થા છે હજારો લોકો ભોજન કરી રહ્યા છે પણ ક્યાય ગેરશિસ્ત નહી અંધાધુંધી નહી સર્વત્ર શાંતિથી આરામથી હજારો લોકો બન્ને સમય ભોજન કરી રહ્યા છે અનાજનો એક દાણો પણ વોહરા સમાજ ક્યારે પણ બગાડતો નથી. એઠું મુકવાની પ્રથા નથી. વધેલું ભોજન ભેગુ કરી એક કમિટીને આપવામાં આવે છે આ દાણા કમિટી વધેલું ભોજન બરાબર વ્યવસ્થિત પેક કરી જરૂરિયાતમંદ સુધી પહોંચતું કરે છે. આ દાણા કમિટીના ખિદમતગુજારો ખુબ જ સારી સેવાઓ આપી રહ્યા છે.

આપ સાહેબ પર્યાવરણ સ્વછતા સ્વાસ્થ્ય વતનપ્રેમની શીખ એમના દરેક પ્રવચનોમા આપતાં રહે છે વતનપ્રેમ એ ઈમાનનો હિસ્સો છે એમ આપ સાહેબ ભારપુર્વક ફરમાવતા રહે છે.

સમાજના સભ્યોને વેપાર ધંધા મકાન દુકાનના વિસ્તરણ માટે સમાજ તરફથી વગર વ્યાજની લોન આપવામાં આવે છે. આપને જેટલાં રૂપિયાની જરૂર હોય એ રકમ એક પણ રૂપિયો વ્યાજ વગર લોન આપવામાં આવે છે. આ રકમ પછી હપ્તે હપ્તે ભરવાની હોય છે.

આરોગ્ય શિક્ષણ પ્રત્યે વિશેષ દયાન આપવામાં આવે છે.દવા નજીવી રકમ લઈ આપવામાં છે ગંભીરબીમારી ઓપરેશન માટે સમાજ તરફથી મદદ કરવામાં આવે છે.

આપ સાહેબ સુરત પધારે એટલે નાનાં મોટા તમામ વેપાર ધંધામાં તેજી આવે છે. રીક્ષાવાલા ભાઈઓ ચાહ પાણી નાસ્તો ભોજન ઠંડાપીણાંમાં વેચાણ અનેકઘણું વધી જાય છે રાજ્ય દેશના કોઈ પણ ખૂણા પરથી સુરત આવતી ટ્રેન હાઉસફૂલ આવે છે. રેલવે અને વિમાની સેવાઓ પુરી પાડતી કંપનીની આવકમાં જબ્બર વૃદ્ધિ થાય છે.

ઓલા ઉબર જેવી રીક્ષા ટેક્ષીઓમાં બુકીંગ મળતું નથી. લાઈટ ડેકોરેશન સાજ સજાવટ મંડપ માઈક સ્પીકરો ટી. વી. સાઉન્ડ સિસ્ટમ સાથે સંકળાયેલા તમામ વેપારમાં તેજી જ તેજી. આલુપૂરી વડાપાઉં સેન્ડવીચ શેરડીનો રસ પાણી સરબત કટલરી રેડીમેડ મોજારૂમાલ પાકીટ મટન મુરઘી આઈસ્ક્રીમ જમણનો ઓર્ડર લેતા કેટરર્સ એમના સ્ટાફ માળી હોલવાડીના માલિકો બધા જ કમાઈ રહ્યા છે. 
તમામ નાના મોટા કામો કરનાર ભાઈઓ પણ બે પૈસા કમાઈ લે છે.

સમાજના કાર્યક્રમમાં ભાગ લેવા દક્ષિણ ગુજરાત તો ઠીક ભારતના આશરે 27 રાજ્યોમાંથી દરેક શહેર ગામડાઓમાંથી પાંચ પચાસ માંણસો સુરતમાં હાજર છે. અરે પાક શ્રીલંકા નેપાળ અમેરિકા ઇરાક ઈરાન સાઉદી એરેબીયા દુબઈ શારજહાં બાંગ્લાદેશ રશિયા યમન મકકા મદીના સહિત તમામ અનેક દેશોમાંથી દાઊદી વોહરા સમાજનું પ્રતિનિધિમંડળ સુરતમાં હાજર છે અરે આરબો જે આપની સુરતની સુરતીભાષા ગુજરાતી સમજતા બોલી શકતા નથી એ પણ હજારો રૂપિયા ખર્ચ કરી દર વરસે સુરતમાં મિલાદ વખતે અચૂક હાજર થઈ જાય છે. 

આગામી મંગળવાર બુધવાર સુરત અનોખા રેકોર્ડનું સાક્ષી બનશે. એક સમયે એક સરખા કપડામાં દેશવિદેશમાંથી અલગ અલગ બોલી બોલતા અલગ અલગ સંસ્કાર સઁસ્કૃતિ ધરાવનાર અલગ અલગ નાની મોટી ઉંમરના લાખ ઉપરના વ્યક્તિઓ સુરતમાં એક જગ્યા પર એક જ મકસદ એક જ હેતુ માટે ભેગા થશે જે એક રેકોર્ડ હશે .

આપણું સુરત આમ પણ મીની ઇન્ડિયા ગણાય છે પણ આપ સાહેબની મિલાદ મુબારકના મોકા પર બે દિવસ સુરત મીની વિશ્વ મીની વલર્ડ બની જશે સુરતની યશક્લગીમાં વધુ એક મહેકતું પુષ્પ ઉમેરાશે.

આપ સાહેબ જીવનના આઠ યશસ્વી દાયકા પુરા કરી ચુક્યા છે છતાં વહેલી સવારથી મોડી રાત સુધી સતત વ્યસ્ત રહે છે દેશવિદેશના મહાનુભાવો વિવિધ રાજ્ય પરદેશથી આવેલા મહેમાનોને મળી આશીર્વાદ પાઠવી દુવા ગુજારે છે.

આપ સાહેબની મિલાદ મુબારકના ખુશીના મોકા પર રસ્મે સેફી સમૂહનિકાહનું ખુબ જ સરસ આયોજન દર વરસે થાય છે. સમાજના લગ્નલાયક દીકરા દીકરીને લગ્નના પવિત્ર બઁધનમાં જોડી સુખી સફળ દાંમ્પત્યજીવનના આશીર્વાદ દુવા કરવામાં આવે છે. ખોટા ખર્ચા ભપકાથી બચી સાદાઈનો પાઠ ભણાવવામાં આવે છે. સમાજના લગ્નલાયક જોડીઓ હોંશે હોંશે આમાં ભાગ લઈ સફળ જીવનની શરૂઆત કરે છે.

આપ સાહેબના દર્શન કરી આશીર્વાદ મેળવવા દેશવિદેશના મોટા મોટા ઉધોગપતિઓ વકીલો એન્જીન્યરો આર્ટિકેટો જાયન્ટ બિઝનેસમેનો રાજકીય નેતાઓ મોલવીઓ સાધુ સંતો અગ્રણીઓ મહાજનો સુરતની મુલાકાત લેશે. હજારો રૂપિયા ખર્ચી સુરતની મોટી મોટી હોટલો હાઉસફુલ કરનારા શ્રેષ્ઠિઓ સામાન્યમાં સામાન્ય માણસો પણ હાજર થશે.

આપ સાહેબની ઉંમરશરીફને પાક પરવરદિગાર કયામતના દિવસ સુધી દરાજ અને દરાજ કરે એમ દુવા કરીએ.
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા 
સુરત 
93769 81427

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો