: આપણે બધાને એમ થાય છે કે મારું એક સારુ પોતાનું ઘર હોય સારી પત્ની હોય બે સંસ્કારી કહ્યાગરા સંતાન હોય સારા એવા પૈસા હોય સારી નોકરી સારો વેપાર હોય બરાબર ને?
પણ મારે આજે જે વાત કરવી છે એ છે કે આપણે પુરુષવર્ગ સારુ પોતાનું ઘર સારી પત્ની મેળવવા જે દોડધામ 24/7 કરીએ છે. અને આપણે એક સારુ મજાનું પોતાનું ઘર મળી ગયું. પત્ની પણ સારી સંસ્કારી સુશીલ મળી ગઈ. સંતાનો પણ સારા છે. પણ જે ઘર અને પત્ની મેળવવા આપણે સખત મહેનત પરિશ્રમ કરીએ એ સારા ઘરમાં આપણે પુરુષવર્ગ આખા દિવસમાં કેટલા કલાક રહીએ છે? પત્ની બાળકો સાથે કેટલા કલાક વિતાવીએ છે?
વડીલ માતાપિતાના ચરણોમાં છેલ્લે ક્યારે બેઠા હતા? યાદ કરો યાદ નથી આવતું ને! આપણા માથા પર માંએ છેલ્લો મમતાભર્યો હાથ ક્યારે ફરાવી આશીર્વાદ આપ્યા હતા યાદ આવે છે? નહી આવે.
ઘર જવાબદારી છે મિલકત છે જ નહી ઘરમાં એક પછી એક ખર્ચા આવ્યા જ કરે છે એ વિશે ફરી ક્યારે ચર્ચા કરીશું
આપણા પુરુષવર્ગનું મોટા ભાગનું જીવન બહાર જ વીતે છે આપણા જન્મથી લઈ મરણસુધી.આપણા બધાનો જન્મ ક્યાં તો કહો હોસ્પિટલમાં જરા મોટા થયા સ્કુલમાંરોજ અર્ધો દિવસ શાળા કોલેજમાં બાકી અર્ધા દિવસના 2/4 કલાક વિવિધ પ્રવુતિઓના કોચિંગ કલાસો વળી દિવસમાં એક વાર બે વાર ધાર્મિક સ્થળોની શ્રદ્ધાપુર્વક મુલાકાત ક્યાં તો કહે ઘરની બહાર
ચાહ પીવી છે? નાસ્તો કરવો છે? ક્યાં તો કહે બહાર ચાહની કીટલી અને રેસ્ટોરન્ટમાં એ પણ બહાર મિત્રો ક્યાં મળે? બહાર ચાર રસ્તા પર ચાહની કીટલી પર
નોકરી વેપાર માટે તો કહે ઘરની બહાર રોજ 8થી 10 કલાક. રવિવારે સવારે પત્ની શાક અને બીજી ઘરની ચીજવસ્તુઓ લેવા મોકલે ક્યાં? તો કહે ઘરની બહાર સાંજે પાછા ફિલ્મ જોવા મોલમાં બાગબગીચામાં ફરવા જવાનું ક્યાં? તો કહે ઘરની બહાર.
આપણા પુરુષવર્ગનું બપોરનુ જમવાનું મોટે ભાગે બહાર જ હોય છે ઓફિસમાં દુકાન પર કે અર્ધસરકારી કચેરીઓ કે નોકરીના સ્થળે
રૂપિયા ક્યાં મુકીએ? તો કહે બહાર બેંકોમાં દાગીના જરૂરી કાગળિયા ક્યાં મુકીએ તો કહે બહાર લોકરમાં
બર્થડે ક્યાં મનાવવો? તો કે બહાર જાહેર રસ્તા પર કે હોટલમાં એ પણ બહાર
ભણતર ક્યાં?
તો કહે બહાર શાળા કોલેજ હોસ્ટેલ વિદેશમાં. એ પણ ઘરની બહાર લગ્ન ક્યાં થાય? એ પણ વાડીમાં પાર્ટી પ્લોટોમાં છુટાછેડા ક્યાં થાય તો કહે બહાર કોર્ટમાં એ પણ ઘરની બહાર સભા સરઘસ રેલી મોરચા ધરણા હડતાલ ઉપવાસ બધું જ ઘરની બહાર
સત્સંગ કથાઓ હોમ હવન ઘણી બધી ધાર્મિક વિધીઓ ક્યાં થાય ?
ઘરની બહાર ટાઈમપાસ કરવો છે ઘરની બહાર ખાવાનું બહાર પીવાનું બહાર હરવાફરવાનું બહાર તૈયાર થવું હોય તો ક્યાં? બહાર બ્યુટીપાલરમાં માંદા પડ્યા ઓપરેશન કરાવવું છે ક્યાં? તો ઘરની બહાર દવાખાનામાં કાલે મરી જઈશું તો ક્યાં? બહાર કબ્રસ્તાન કે સ્મશાનમાં ભાઈઓ અને બહેનો આપણે ઘરમાં ખાલી સુવા જ આવીએ છે કેમ કે ઘર જેવી સુવાની મજા ક્યાય આવતી નથી. બરાબર ને? આપણા ઘરમાં આપની જગ્યા ખાલી આપણા એક ફોટા જેટલી જ 24 કલાક હોય છે બાકી ઘરમાં આપણું કઈ જ નથી એક નાની સોયના પણ આપણે માલિક નથી
આપણે વરસો અથાક મહેનત પરિશ્રમ કરી જે સામ્રાજ્ય ઉભું કર્યું લાખો કરોડો રૂપિયા કમાયા એ બીજા જ વાપરશે આપણે એમાંથી એક પણ રૂપિયો વાપરવા ભોગવવા આવવાના નથી.
તેરા અપના ખૂન હી તુજ કો આગ લગાએગા.
મિત્રો જીવનની સચ્ચાઈને વાસ્તવિકતાને બરાબર સમજી લો. આરામથી શાંતિથી જીવો.
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા
સુરત
93769 81427
Tags:
Information