ચોટીલા ડુંગરે બેસેલા ચામુંડા માતાજી અનેક ભક્તોના આસ્થાના કેન્દ્ર સમાન છે. મંદિરના ટ્રસ્ટ તરફથી મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચોટીલામાં નવા વર્ષ નિમિત્તે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
જે અંગે ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ ચોટીલા દ્વારા જણાવાયા મુજબ માતાજીના મંદિરે દિવાળી, બેસતા વર્ષ, લાભ પાંચમ વગેરે તહેવાર નિમિતે તા.2-11થી 6-11 સુધી પગથીયાનો દ્વાર સવારે 4 કલાકે ખૂલી જશે તા. 7-11 થી 14-11 સુધી પગથીયાનો દ્વાર સસવારે 4-30 વાગ્યે ખૂલશે.