હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજકોટ બેડીપરા વિસ્તારના ફખરી પાર્ક કુતબી મહોલ્લામાં રહેતા દાઉદી વ્હોરા સમાજના મહોંમદ હોજેફાભાઈ શામ નામના દાઉદી વ્હોરા સમાજના ૧૩ વર્ષીય બાળકનું ગળામાં દોરી ફસાઈ જતાં મુત્યું થતાં વ્હોરા પરિવારમાં આભ ફાટ્યું હોય એવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
મળતી વિગત અનુસાર મોહંમદ નામનો બાળક પોતાનાં ઘરે ઉપરના માળે હિંચકમાં રમી રહ્યો હતો ત્યારે દોરી ગળામાં ફસાઈ જતાં ગળાફાંસો આવી જતાં ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો પરંતુ તબીબોએ મૃત જાહેર કરતાં શામ પરિવારમાં હૈયફાટ રૂદન વચ્ચે કાળો કલ્પાત સર્જાયો હતો ધો.૭ માં અભ્યાસ કરતાં મોહંમદની આજે સવારે અંતિમ વિદાય વખતે દાઉદી વ્હોરા સમાજમાં શોકભીના દ્ર્શ્યો સર્જાયા હતા.