હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
દિવાળીના તહેવારો નજીક આવી રહ્યાં છે અને આમે ય મુખવાસ વગર દિવાળી અધુરી ગણાય છે આમ તો સામાન્ય રીતે બજારોમાં આઠ થી દસ પ્રકારના મુખવાસ જોવા મળતાં હોય છે.
ત્યારે જસદણની મેઈન બજારમાં એકસો થી વધુ વેરાયટીના મુખવાસ જોવા મળે છે તે પણ સ્વાદિષ્ટ અને ગુણકારી છે જસદણના હાર્દ સમા મોતીચોક નજીક મેઈન બજારમાં પટેલ સુપર મોલ નામની પેઢી ચાલે છે આ પેઢીના સંચાલકોએ જણાવ્યું હતું કે અમારી દુકાનનો પાયો નખાયો ત્યારથી અમો દર દિવાળીએ ખાસ મુખવાસનું વેચાણ કરીએ છીએ.
જેનો સ્વાદ અકબંધ રહેતા અમારો મુખવાસનું જબરું વેચાણ થાય છે જસદણના નાગરીકોએ આ બાબતને લઈને જબરજસ્ત પ્રેમ તો આપ્યો છે એમાં પણ દીવાળી નિમિતે બહાર ગામથી આવનારા સ્વાદપ્રિય લોકો પણ અમારો મુખવાસ લઈ જઈ જાય છે.