WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

રાજકોટ જીલ્લામાં રાત્રે ૧૦થી સવારે ૬ સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધઃ ઓનલાઇન ઓર્ડર-વેચાણ અંગે મનાઇ

શાપર-વેરાવળ તથા મેટોડા GIDC વિસ્‍તારની પ૦૦ મીટરની હદમાં ફટાકડા ફોડવાની મનાઇ : અનેક પ્રકારના નિયમો-જાહેરનામુ બહાર પાડતા એડી. કલેકટર ચેતન ગાંધી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
તહેવારો દરમ્‍યાન જાહેરમાં ફટાકડા ફોડવાથી પર્યાવરણ તથા જાહેર આરોગ્‍યને થતી અસર સંબંધમાં બટાર સુપ્રિમ કોર્ટ દ્વારા રીટ પીટીશન નંબર ૭૨૮/૨૦૧૫ના કામે તા.૨૩/૧૦/૨૦૧૮, તા.૩૦/૧૦/૨૦૧૮ અને તા.૩૧/૧૦/૨૦૧૮ ના રોજ દિવાળીનાં તહેવાર તથા અન્‍ય તહેવારો નિમિતે જાહેર જનતાને ભયજનક/હાનિકારક પર્યાવરણ તથા ધ્‍વની પ્રદુષણની વિપરીત અસરથી રક્ષણ આપવા માટે ફટાકડાના ઉત્‍પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દેશો કરેલ છે. નામદાર સુપ્રિમકોર્ટના હુકમથી આપવામાં આવેલ દિશા નિર્દેશોનો મુળભુત હેતુ ફટાકડાથી પ્રદુષણ અને જાહેર આરોગ્‍યને થતી હાની રોકવાનો છે. આ હુકમોનું પાલન થાય તે અત્‍યંત જરૂરી છે. તેના અમલીકરણ માટે તથા દિવાળીના તહેવારો દરમ્‍યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્‍માતના બનાવો ના બને અને જાહેર જનતાની સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે સમગ્ર રાજકોટ ગ્રામ્‍ય જિલ્લામાં ફટાકડાના ખરીદ, વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્‍યા છે આથી એડીશનલ કલેકટર શ્રી ચેતન ગાંધીએ મળેલ સતા હેઠળ રાજકોટ ગ્રામ્‍ય જિલ્લામાં આગ, અકસ્‍માતના બનાવો ના બને અને જાહેર સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે નીચે મુજબના હુકમો ખાસ ચુસ્‍તપણે પાલન કરવા જાહેરનામું બહાર પાડયું છે.
 સુપ્રિમકોર્ટની ગાઈડલાઈન મુજબ દિવાળીના અને અન્‍ય તહેવારો દરમ્‍યાન કટાકડા ફોડવાના સમય દરમ્‍યાન જ ફટાકડા ફોડી શકાશે.
રાત્રીના ૧૦ થી રાત્રીના ૬ વાગ્‍યા સુધી ફટાકડા ફોડી શકાશે નહી.
સીરીઝમાં જોડાયેલા ફટાકડા(ફટાકડાની લુમ) થી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્‍યા થતી હોવાથી તે રાખી શકાશે નહી, ફોડી શકાશે નહિ કે વેંચાણ કરી શકાશે નહી. હાનિકારક ધ્‍વની પ્રદુષણ રોકવા માટે માત્ર Petroleum and Explosives Safety Organisation (PESO) દ્વારા અધિકળત બનાવટ વાળા જ ફટાકડા ઉત્‍પાદન/વેંચાણ કરી શકાશે.
કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહીં, રાખી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહી.
ઈ-કોમર્સ વેબસાઈટ, ફલીપકાર્ટ, એમેઝોન સહીતની કોઈ પણ ઈ-કોમર્સ વેબસાઈટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઈન ઓર્ડર લઈ શકાશે નહી કે ઓનલાઈન વેચાણ કરી શકાશે નહી.
નેશનલ હાઈવે-૮(બી) પર આવેલ શાપર વેરાવળ ઈન્‍ડસ્‍ટ્રીઝ વિસ્‍તાર તથા મેટોડા જી.આઈ.ડી.સી. વિસ્‍તારની ૫૦૦ મીટરની હદમાં તથા જવલનશીલ પદાર્થના સંગ્રહના સ્‍થળથી ૧૦૦ મીટરની હદમાં દારૂખાનુ કે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ.
જાહેર રસ્‍તા/રોડ તથા ફુટપાથ ઉપર દારૂખાનુ, ફટાકડા, બોમ્‍બ, રોકેટ, હવાઈ તથા અન્‍ય ફટાકડા કે જેનો સમાવેશ દારૂખાનામાં થતો હોય તેવા ફટાકડા કે આતશબાજી ફોડવા/સળગાવવા કે કોઈ વ્‍યકિત ઉપર ફેંકવા નહીં, જાહેરનામું તા. ર૧ ઓકટોબરથી ૧૬ નવેમ્‍બર સુધી અમલમાં રહેશે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો