અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

1 વર્ષમાં 8 ગુજરાતી ઉદ્યોગપતિએ 1000 કરોડ દાન કર્યા

છેલ્લાં એક વર્ષમાં ટોચના 8 ગુજરાતી ઉદ્યોગપતિઓએ 1000 કરોડ રૂપિયા દાન કર્યા છે. એડલગિવ હુરુન ઇન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ, 2024 મુજબ, 2023-24માં દેશમાં 203 ઉદ્યોગપતિએ કુલ 8783 કરોડનું દાન કર્યું છે. દેશમાં સૌથી વધુ 2153 કરોડનું દાન એચસીએલના માલિક શિવ નાદરે કર્યું છે.
જ્યારે 407 કરોડના દાન સાથે મુકેશ અંબાણી બીજા નંબરે છે. સૌ પ્રથમ વખત કરસન પટેલ અને સવજી ધોળકિયા આ યાદીમાં સામેલ થયા છે. દેશના ઉદ્યોગપતિઓએ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) અંતર્ગત શિક્ષણથી લઇ સ્વાસ્થ્ય, સામાજિક વિકાસથી લઇ ગ્રામિણ વિકાસ, સ્પોર્ટ્સ, આર્ટ-કલ્ચર, મહિલા સશક્તીકરણ, હેરિટજ, ડિઝાસ્ટર મૅનેજમેન્ટ વગેરે ક્ષેત્રે દાન કર્યું હતું.

સૌથી વધુ 123 ઉદ્યોગપતિઓએ શિક્ષણ ક્ષેત્રે 3680 કરોડ રૂપિયા દાન કર્યા હતા. એ સિવાય પર્યાવરણ માટે 177 કરોડ રૂપિયાનું દાન કર્યું છે.

18 ઉદ્યોગપતિઓએ 100 કરોડથી વધુનું દાન કર્યું છે જ્યારે મુંબઈમાંથી સૌથી વધુ 61 ઉદ્યોગપતિએ દાન કર્યું છે. 91 દાતા ઉદ્યોગપતિએ એનજીઓ થકી જ્યારે 113 દાતાએ ફાઉન્ડેશન થકીદાન કર્યું છે. હુરુનની આ યાદીમાં 5 કરોડ કે તેથી વધુ દાન કર્યંુ હોય તેવા ઉદ્યોગપતિ સામેલ છે.
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો