બરવાળાના સાળંગપુર ગામે વિરમગામના નિવૃત્ત વિસ્તરણ અધિકારી પોતાની ગાડીને પાર્કિંગમાં પાર્ક કરીને સાળંગપુર મંદિરે દર્શન કરવા માટે ગયા હતા તે સમયે કોઈ અજાણ્યા ઈસમ ગાડીનો કાચ તોડી ગાડીમાં રહેલા રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન મળી કુલ રૂ 1.20 લાખની ચોરી નાશી છુટ્યો હતો.
બનાવ અંગે મળતી માહીતી મુજબ વિરમગામના નિવૃત્ત વિસ્તરણ અધિકારી સુખદેવભાઈ નાગરભાઈ પટેલ પરીવાર સાથે પોતાની ગાડી લઈ સાળંગપુર મંદિરે દર્શન કરવા માટે આવ્યાં હતાં. જેથી સુખદેવભાઈએ પોતાની ગાડી મંદિરના પાછળના ભાગે પાર્કિંગ કરીને દર્શન કરવા ગયા હતા અને દર્શન કરીને પરત ગાડી પાસે આવતા ગાડીનો કાચ તુટેલી હાલતમાં જોવા મળતા સુખદેવભાઈએ ગાડીમાં તપાસ કરતા ગાડીમા રહેલ રૂપિયા 1.10 લાખ રોકડા અને મોબાઈલ જેની કિમત રૂપિયા 10 હજારની કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી નાશી છુટ્યો હતો.
આ બનાવ અંગે સુખદેવભાઈએ બરવાળા પોલીસ સ્ટેશનમા અજાણ્યા ઈસમ વિરૂધ્ધ બરવાળા પોલીસ સ્ટેશનમા ગુનો નોધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી