WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

છેલ્લા 15 દિવસથી કેનાલનું પાણી બંધ હતું.

હળવદ હળવદ પંથકમાંથી પસાર થતી નર્મદા બ્રાંચની મોરબી માળિયા અને ધ્રાંગધ્રા બ્રાંચની કેનાલ પણ પાણીને લઈને હળવદ- ધ્રાંગધ્રાના ધારાસભ્યે સરકારમાં રજૂઆત કરી હતી. ત્યારે સરકારે રજૂઆતને ધ્યાને લઇને ગુરૂવારથી બંને બ્રાંચમાં પાણી છોડતા ખેડૂતોમાં આનંદ છવાશે. હળવદ તાલુકાના ખેડૂતોનો શિયાળુ પાકના વાવેતર માટે નર્મદા કેનાલનો પિયત માટે પાણી જરૂરી છે. જ્યારે છેલ્લા 15 દિવસથી હળવદ માળીયા અને મોરબી નર્મદા કેનાલનું પાણી બંધ હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની હતી. ત્યારે હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ ઓગસ્ટ માસના સપ્ટેમ્બર માસની શરૂઆતમાં થયેલા ભારે વરસાદના કારણે હળવદ પંથકના ખેડૂતોના પાકને નુકસાન થયું છે. શિયાળુ પાક માટે જિલ્લાના મોટાભાગના ખેડૂતોએ વાવેતર કરેલું છે. ત્યારે નર્મદા વિભાગને ધારાસભ્યે લેખિતમાં રજૂઆત કરી હતી. ત્યારે સરકારે આ રજૂઆત ધ્યાનમાં લઈને તા. 7-11-2024ને ગુરૂવારના હળવદ મોરબી માળિયા બ્રાંચની બંને કેનાલમાં પાણી છોડાશે. ત્યારે મોરબી, ધ્રાંગધ્રા બ્રાંચમાંથી ખેડૂતોને પિયત માટે પાણી છોડવામાં આવશે તે સમાચારથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ જશે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો