આપણે ત્યાં લોકસભા અને વિધાનસભાની મુદ્દત પાંચ વરસની હોય છે. પાંચ વરસ પછી પાછી લોકસભા કે રાજ્યસભાની ફરી ચૂંટણીઓ આવે એ વખતે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારે ગયા પાંચ વરસ તમને મતદારોએ ચૂંટ્યા તમે પાંચ વરસમાં ક્યાં પ્રજાહિત પ્રજાલક્ષી કામો કર્યા અને આવનારા બીજા પાંચ વરસમાં ક્યાં પ્રજાહિત પ્રજાલક્ષી કામો કરવા માંગો છો? નવું શું કરવા માંગો છો? કઈ કઈ યોજના તમારા મગજમાં છે? એ વિશે પ્રજાને મતદારોને વાત કરવી જોઈએ કરેલા કામોનો હિસાબ આપવો જોઈએ.
એને બદલે પ્રજાને મતદારોને ગુમરાહ કરવામાં આવે છે. સાવ ફાલતુ મુદ્દાઓ ચલણી કરી દેવામાં આવે છે. નેતાઓ ઉમેદવારો રાજકીય પક્ષો પાંચ વરસ કઈ જ કોઈ જ કામ કરતા નથી. ભ્રસ્ટાચાર લાંચ કોન્ટ્રાકટ લઈ ઘર ભરે છે. પોતાનું પોતાના મળતીયાઓનું ભલું કરે છે.
કાલ સુધી જે વ્યક્તિની સાયકલમાં હવા ભરવાના ફાંફા હતા તે વ્યક્તિ પાંચ વરસમાં 20 લાખની એ. સી. ગાડી ડ્રાયવર સહીત ફાઈવ સ્ટાર હોટલને ટક્કર આપે એવા બઁગલાઓ ઓફિસોના માલિક બની હવામાં ઉડવા માંડે છે. ને પ્રજા બિચારી મોં વકાસીને ચુપચાપ તમાશો જોયા કરે છે.
હવે રાજકીય પક્ષો નેતાઓ ઉમેદવારો પાસે મતદારો સમક્ષ જવા કોઈ વાત કોઈ મુદ્દાઓ જ નથી. તેથી ચૂંટણી જીતવા રોકડા રૂપિયાની લાલચ આપવામાં આવે છે.
પહેલા મધ્યપ્રદેશ પછી ઝારખંડ અને હવે મહારાષ્ટ્રમાં મહિને 1500:રૂપિયાની લાલચ આપી સત્તા પર કબ્જો કરવામાં આવ્યો છે.
શું આપણે આટલા બધા કડકા થઈ ગયા છે? શું આપણે એટલા બધા નાદાન અણસમજુ છે? શું આપણે એટલા બધા મૂર્ખ અને ગમાર અને બેવકૂફ છે કે પંદરસો રૂપિયા માટે બધું જ ભુલી જઈએ છે?
ગયા પાંચ વરસમાં આપણે કેટકેટલી તકલીફો પડી? કેટકેટલી આફતોનો સામનો કર્યો? કેટકેટલી મુસીબતમાં આપણે ફસાઈ ગયા હતા? આટલી કાતિલ કરપીણ મોંઘવારીમાં આપણે કેમ દિવસો કાઢ્યા? કાલે દિવસ કેમ નીકળશે એની ચિંતા અને ફિકરમાં રાતોની આપની ઉંઘ હરામ થઈ છે એ બધું વિચારવાને બદલે આપણે આપનું ઝમીર ઈમાન ખુદ્દારી સ્વાભિમાનને ક્યાં મુકી આવીએ છીએ:
માત્ર 1500 રૂપિયામાં બધું ભુલી જઈએ છે. આપણા બરડા પરના ઉઠેલા સોળ શું આ પંદર સો રૂપિયામાં રૂઝાઈ જશે? આપણા બધા ઝખમો ઘા નો શું ઉકેલ આ પંદર સો રૂપિયા છે?
આપણી યાદદાસ્ત ટુંકી થઈ ગઈ છે કે આપણી લોભ લાલચવૃત્તિ વધી ગઈ છે. શું આપણી બધી તકલીફો મુસીબતો આફતો પરેશાનીઓ માત્ર પંદર સો રૂપિયામાં દુર થઈ જશે?
પંદર સો રૂપિયામાં પાંચ વ્યક્તિનો પરિવાર હોય તો ત્રણ સો રૂપિયામાં એક મત? શું આપણા એક કિંમતી મતની કિંમત માત્ર 300 રૂપિયા? આપણા ઈમાન ઝમીર ખુદ્દારી સ્વાભિમાનની કિંમત માત્ર ત્રણ સો રૂપિયા?
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા
સુરત
93769 81427