અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

બોટાદથી રાણપુર જવાનો 25 કિ. મી. રોડ ખખડધજ હાલતમાં, રસ્તા પર મસમોટા ખાડાઓથી વાહનચાલકો હેરાન પરેશાન

બોટાદને જિલ્લો જાહેર કર્યો તેને વર્ષોના વાણા વહિગયા પરંતુ રોડ રસ્તા જેવી પાયાની સુવિધાઓથી બોટાદ જિલ્લો હજુય વંચિત છે. બોટાદ થી રાણપુર જવાનો 25 કિ. મી. મુખ્ય રસ્તો આવેલો છે જે વર્ષોથી બિસ્માર હાલતમાં છે, 

બોટાદથી રાણપુર સુધી રસ્તા પર ઠેર ઠેર મોટા મોટા ખાડા પડી ગયા છે જેના કારણે વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે તાત્કાલિક રસ્તો બનાવવામાં આવે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે.
બોટાદ, ગઢડા, બરવાળા, રાણપુર ચાર તાલુકા ધરાવતો બોટાદ જિલ્લો બનાવ્યો છે પરંતુ રોડ રસ્તા જેવી પાયાની સુવિધાઓ થી જિલ્લો વંચિત છે. બોટાદ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાની મુખ્ય સમસ્યા છે.
જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે બોટાદ થી રાણપુર જવાનો મુખ્ય રસ્તો ખખડધજ હાલતમાં હોવાથી વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
રાણપુર 32 ગામ ધરાવતો તાલુકો આવેલો છે. રાણપુર શહેરનાં તેમજ તાલુકાના ગામડાના લોકોને કામકાજ ને લઈને જિલ્લા સેન્ટર બોટાદ બોટાદ જતા હોય છે તેમજ બોટાદના લોકો ને કામકાજ માટે વારંવાર રાણપુર જતાં હોય છે.
ત્યારે બોટાદ થી રાણપુર 25 કિલોમીટર નુંઅંતર થાય છે પરંતુ રાણપુર જવાનો મીલેટરી રોડ છેલ્લા ઘણા સમયથી ભાંગીને ભુક્કો થયો હોય તેવું લાગે છે.આ રસ્તોએકદમ ખખડધજ હાલતમાં જોવા મળે છે. બોટાદથી રાણપુર 25 કિલોમીટર સુધી રસ્તો એકદમ બિસ્માર હાલતમાં છે,

રસ્તા પર જ્યા જુઓ ત્યાં મોટા ખાડાઓ જોવા મળે છે જેથી વાહન કયા ચલાવવું તે પ્રશ્ન છે તેમજ રસ્તાઓ પર પડેલા ખાડાઓના કારણે અનેકવાર અકસ્માતો સર્જાય છે પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી અને વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો