અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

બોટાદમાં ફટાકડાંનો તિખારો ઉડતાં ફૂટવેરની 3 દુકાનમાં આગ લાગી

બોટાદ અવેડાગેઈટ વિસ્તારમાં મોડીરાત્રે બુટ-ચંપલના ગોડાઉનમાં આગ લાગી હતી અને ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અન્ય ત્રણ દુકાનોમાં આગ ભભૂકી ઉઠી હતી. 
જ્યારે ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને ફાયરની ટીમને થતા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણે દુકાનમાં રહેલ તમામ માલ બળીને ખાખ થતાં લાખો રૂપિયાનું નુકશાન થયુ હતુ. 

બોટાદ શહેરનાં અવેડાગેઈટ વિસ્તારમાં તા.31-10-2024ના રોજ મોડી રાત્રીના ફટાકડાનો તીખારો બુટ-ચંપલના ગોડાઉન પર પડતા ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગોડાઉન આસપાસ રહેલ ત્રણ દુકાનોને આગે ઝપેટમાં લેતાં દુકાનોમાં આગ પ્રવેશી હતી. 

ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા બોટાદ ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો અને ભારે જહેમત બાદ વહેલી સવારે આગ પર કાબૂ મેળવ્યો હતો. 

આ બનાવને લઈને ફુટવેર દુકાનના માલીકને લાખો રૂપિયાનું નુકશાન થયું હતુ.
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો