WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

બોટાદમાં 3.85 લાખના દાગીનાની ચોરી: સ્વામિનારાયણ મંદિર પાસે એક્ટીવા ડેકીમાંથી થેલી લૂંટાઈ

3.85 લાખના સોનાના દાગીનાની થેલીની ચોરી:બોટાદના સ્વામિનારાયણ મંદિર પાસે એક્ટીવાની ડેકીમાંથી ચોરી; સમગ્ર ઘટના CCTVમાં કેદ
શહેરમાં રજપૂત ચોરા વિસ્તારમાં આવેલા જૂના સ્વામિનારાયણ મંદિરની બાજુમાં દર્શનાર્થીએ પોતાનું એકટીવા પાર્ક કરીને દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને પરત ઘરે પહોંચી ડેકીમાં તપાસ કરતાં ડેકીમાં મુકેલા સોનાના દાગીનાની થેલીની ચોરી થઈ હોવાનું સામે આવતાં બોટાદ પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
બોટાદ શહેરનાં ઉમૈયા નગર વિસ્તારમાં રહેતા ઝવેરભાઈ અંબારામભાઈ સાબવા ગઈ તારીખ 22 નવેમ્બરે સાંજના સમયે શહેરનાં હીરા બજારમાં આવેલા રત્નદીપમાં સેફ ડિપૉઝિટમાં મુકેલા અલગ અલગ સોનાના દાગીનાની થેલી લઈને તેમણે એકટીવાની ડેકીમાં મુકીને શહેરનાં રજપૂત ચોરા વિસ્તારમાં આવેલા જૂના સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા ગયા હતા. જ્યાં ઝવેરભાઈએ તેમનું એકટીવા સ્કૂટરને પાર્ક કરીને દર્શન કરવા ગયા હતા.
દર્શન કરીને પરત ઘરે પહોંચીને એકટીવાની ડેકી ખોલતાં ડેકીમાં મુકેલા દાગીનાની થેલીની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. 

જેથી ઝવેરભાઈ સાબવા તાત્કાલિક મંદિરે પહોંચ્યા હતા અને ત્યાં સીસીટીવી ચેક કરતાં કોઈ શખ્સ એક્ટીવા સ્કૂટરની ડેકીમામથી દાગીનાની થેલીની ચોરી કરી જતો હોવાનું સામે આવ્યું હતું. જેથી ઝવેરભાઈ સાબવા બોટાદ પોલીસ સ્ટેશન પહોંચી પોતાના અલગ અલગ સોનાના દાગીનાની થેલીની ચોરી થઈ હોવાનું જાણ કર્યું છે.

બોટાદ પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ રૂ. 3.85 લાખના સોનાના દાગીનાની ચોરીની ફરિયાદ નોંધીને સીસીટીવી ફુટેજ મેળવી પોલીસે તપાસ હાથ ધરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો