અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ચોટીલા-રાજકોટ હાઈવે પર ટ્રક-પિકઅપ વાનના ભયંકર અકસ્માતમાં 4 મહિલાઓના કરુણ મોત, 16 ઘાયલ

ચોટીલા-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મોડી રાત્રે ટ્રક અને પિકઅપ વાન વચ્ચે થયેલા ભયંકર અકસ્માતમાં એક જ પરિવારની ચાર મહિલાઓનાં મોત થયા છે. આ પરિવાર લીંબડીના શિયાણી ગામનો છે, જે પિતૃકાર્ય માટે સોમનાથ જતો હતો. અકસ્માતમાં અન્ય 16 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક ચોટીલા અને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મૃતક મહિલાઓનાં નામ:

1. મગજીબેન ગોબરભાઈ રેથરિયા
2. ગૌરીબેન પાંચાભાઈ રેથરિયા
3. મંજુબેન ઘનશ્યામભાઈ રેથરિયા
4. ગલાલબેન કાળુભાઈ રેથરિયા


ઘાયલ થયેલા લોકો:

1. મનજીભાઈ સગુભાઈ રેથરિયા (68)
2. ગોબરભાઈ લક્ષ્મણભાઈ રેથરિયા (70)
3. મઘજીબેન ગોબરભાઈ રેથરિયા (70)
4. ચિકાભાઈ શંકરભાઈ રેથરિયા (60)
5. કરમશીભાઈ દેવાભાઈ જતાપરા (60)
6. રાહુલભાઈ ખોડાભાઈ રેથરિયા (24)
7. બટુકભાઈ ગંગારામભાઈ જમોદરા (65)
8. ગણપતભાઈ કાળુભાઈ રેથરિયા (46)
9. ઘનશ્યામભાઈ લક્ષ્મણભાઈ રેથરિયા (60)
10. રમેશભાઈ ઘનશ્યામભાઈ રેથરિયા (32)
11. ભરતભાઈ ગોબરભાઇ રેથરિયા (50)
12. ગીતાબેન દશરથભાઈ રેથરિયા (45)
13. દશરથભાઈ ગોબરભાઈ રેથરિયા (46)
14. માવજીભાઇ કાળુભાઇ રેથરિયા (54)
15. રંજનબેન ખોડાભાઈ રેથરિયા (37)
16. વિશાલભાઈ રાજુભાઈ કાણોતર (30)

ઘટનાસ્થળે પોલીસ તાત્કાલિક પહોંચી:
આ ઘટના થતાં જ ચોટીલા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અકસ્માતમાં ચાર મહિલાઓનાં કરુણ મોત સાથે જ રેથરિયા કોળી પરિવાર માટે શોકનું માહોલ ફેલાયું છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પેદા કરી છે.
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો