સુરેન્દ્રનગર જિલ્લામાં પોતાની સાથે કે વાહનોમાં હથિયારો સાથે ફરતા શખસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. ત્યારે સાણંદ તાલુકાના હીરાપુર ગામના રસીકભાઈ રામસંગભાઈ વાઘેલા વઢવાણ ગેબનશા સર્કલ રોડ પરથી કારને લઇને પસાર થતા પોલીસે તપાસ કરતાં છરી મળી આવી હતી.
જ્યારે વઢવાણ આયોધ્યા શાક માર્કેટ પાસે જાહેરમાં ધર્મેશ ઉર્ફે ધમો પ્રવિણભાઈ વાઘેલા, વઢવાણ મેળાના મેદાન પાસેથી ઘનશ્યામભાઈ માનાભાઈ પરમાર તેમજ વઢવાણ ધરમ તળાવ પાસેથી રણછોડભાઈ નરશીભાઈ પાલીયાને છરી સાથે ઝડપ્યા હતા. આ શખસોને ઝડપી પાડવા સુરેન્દ્રનગર સિટી બી-ડિવિઝન તેમજ વઢવાણ પોલીસ ટીમે કામગીરી કરી હતી.