અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ-વિંછીયા પંથકના 60 ગામમાં 22મીથી પાણી બંધ

જસદણ અને વીંછિયા પંથકના 60 ગામમાં પાઈપલાઈનની કામગીરી કરવાની હોવાથી તા.22મીથી ત્રણ દિવસ પાણી પુરવઠો બંધ રહેશે, જે કામ પુરું થયા બાદ તરત પૂર્વવત કરી દેવામાં આવશે. જે પાણી પુરવઠા બોર્ડની યાદીમાં જણાવાયું છે.
રાજકોટ જિલ્લાના મોઢુકા હેડવર્ક્સ ખાતે વિવિધ પાઈપલાઈનની કામગીરી હોવાથી તા.22 નવેમ્બરથી તા.24 નવેમ્બર સુધી શટડાઉન હોવાથી વીંછિયા તાલુકા તથા જસદણ તાલુકાના મોઢુકા હેડવર્ક્સ આધારીત વીંછિયા જૂથ અને ભડલી જૂથ હેઠળ 60 ગામોમાં પાણી પુરવઠો બંધ રહેશે, જે રીપેરીંગ કર્યા બાદ કાર્યરત કરવામાં આવશે, તેમ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની યાદીમાં જણાવાયું છે.


વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો