હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
સૌરાષ્ટ્રમાં સેવાકીય પ્રવૃતિઓમાં મોખરાનું સ્થાન ધરાવતા હેલ્પર હેન્ડસ ટ્રસ્ટએ જામનગરની ગત પુર હોનારતમાં નીચાણ વાળા વિસ્તારમાં રોટલી અને ફૂડ પેકેટની જબરી સહાયની જવાબદારી ન હોવા છતાં એમણે સુપેરે ફરજ બજાવી લોકોને તકલીફમાં સાથ આપ્યો હતો.
આ અંગે ટ્રસ્ટના અને દાઉદી વ્હોરા સમાજના કાર્યકર હોજેફાભાઈ શાકીર એ જણાવ્યું હતું કે જામનગરના નીચાણ વાળા વિસ્તારના પુર પીડિતોને વરસાદથી ભારે નુકશાન થયું હતું કેટલીય સામગ્રી નાશ પામી હતી તે લઈને હમણાં અમારાં ટ્રસ્ટ દ્વારા અનાજ રાશનની કીટ ગાદલા, ઓશિકા, બ્લેન્કેટ સહિતની ઘરવખરી પુર પીડિતોને શક્ય તેટલી આપી અમે અમારી ફરજ બજાવી હતી.