હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નગરપાલિકાની ચૂંટણી દસ્તક દઈ રહી છે ત્યારે તેજ ગતિએ હલચલ થઈ રહી છે જસદણ નગરપંચાયતમાંથી ૧૯૯૫ માં નગરપાલિકા અસ્તિત્વમાં આવી દરમિયાન ભાજપનો ભગવો જ ફરક્યો છે હાલ જસદણ નગરપાલિકાનું સિમાંકન જાહેર થયું છે જેમાં સાત વોર્ડમાં કુલ મળી ૪૯,૪૮૩ મતદારો વચ્ચે ૨૮ ઉમેદવારો નોંધાયા છે આગામી નગરપાલિકાની ચૂંટણી લડવા ઇચ્છુક કેટલાંય નેતાગણની આસપાસ ફરી રહ્યાં છે.
ખાસ કરીને છેલ્લાં ત્રણ ચાર માસથી મુરતિયાઓ પક્ષના કાર્યક્ર્મમાં આમંત્રણ ન હોવાં છતાં પણ પહોંચી જઈ જાણે પ્રજા અને પક્ષના વફાદાર હોય એવો ડોળ ઉભો કરી સમય ફાળવી રહ્યાં છે જો કે જુના કોઈ જોગીને આ વખતે કેટલાક પક્ષો રીપીટ નહી કારણ કે ચુંટાયા પછી પ્રજાને વફાદાર રેહવાને બદલે પોતાનો સ્વાર્થ સાધી અંગત ફાયદો ઉઠાવ્યો હોવાની વિરોધીઓ બૂમરેંગ કરે છે પણ રાજકારણમાં પહેલો નહી પણ છેલ્લો ઘા રાણાનો હોય છે અને આ ક્ષેત્રમાં આમ તો સેવાનું માધ્યમ નહી પરંતુ વેપલો બની ગયો હોવાથી આમ તો ટોપ થી બોટમ સુધી કોઈ નીતિ નિયમો રહેતાં નથી જસદણમાં સજજન વર્ગના લોકો તો એવું માને છે કે કોઈપણ ઉમેદવાર આવે પ્રજાને હોળી જ રેહવાની જ છે અને આપણાં જ પૈસે તાગડધિન્ના થશે જસદણ શહેરમાં અનેક પક્ષોના કાર્યકરો છે પણ જંગ તો ફ્કત બે પાર્ટી પુરતો જ રહે છે અત્યારે કોણ કયાં પક્ષનો વફાદાર છે તે સામાન્ય નાગરિકને શોધવું પણ અઘરું પડી જાય છે હાલ જસદણમાં શોપિંગ સેન્ટરો મકાનો અને દુકાનો કારખાનાઓ પાર્કિંગ વગરના અને નિયમ મુજબ ખુલ્લી જગ્યા છોડી ન હોવાની સરકારી જગ્યામાં પણ બાંધકામના કારણે રોડ રસ્તા સાંકડા બની ગયાં છે અબજો રૂપિયાના સાર્વજનિક પ્લોટ પર પણ કબજા સહિતના પાર વગરની અનેક સમસ્યાઓ છે પાલિકામાં ભારે ગેરરીતિ હોવાથી અત્યાર સુધીમાં પ્રજાના અબજો રૂપિયાનો વિવિધ કામોમાં રીતસરનો બગાડ થયો છે ત્યારે આવનારી ચૂંટણીમાં મતદારો ભુતકાળની ચૂંટણીમાંથી બોધપાઠ લઇને ચાલશે ખરાં?