હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
અમરેલીમાં આજે શનિવાર સાંજથી દાઉદી વ્હોરા સમાજના મહાન ઓલિયા મુલ્લાં જાફરજી જીવાજી સાહેબના બે દિવસીય ઉર્ષ મુબારકનો પ્રારંભ થશે જેમાં સૌરાષ્ટ્રભરમાંથી દાઉદી વ્હોરા સમાજના ભાઈ બહેનો અને બાળકો અદન અને અકિદત સાથે ઊમટી પડી ૨૩૪માં ઉર્ષ અવસરે આંસુની અંજલિ અર્પણ કરશે.
આ નિમિતે અમરેલીના સેવાભાવી આયોજકોએ આજે સાંજથી કાલે રવિવાર સાંજ સુધી આવનાર મહેમાનો માટે પાણી થી લઈ આરોગ્ય સુધીની સુવિધાઓ આપશે આ અંગે તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી ગયો છે.
આજીવન અલ્લાહની બંદગી અને લોકોની સેવામાં આયખું ખર્ચી નાખનારા મુલ્લાં જાફરજી સાહેબના ઉર્ષ નિમિતે ઠેર ઠેરથી ભાવિકો આવી ગયાં છે અને આજે સાંજે બહોળી સંખ્યામાં લોકો આવશે આ અંગે આજે સાંજે સંદલ, મજલીસ, ન્યાઝ, અને કાલે સવારથી નાસ્તો, જમણ, અને મજલીસનું જબરજસ્ત આયોજન થયું છે જેમાં વ્હોરા બિરાદરો ઉમટી પડી મુલ્લાં જાફરજી સાહેબને ગર્વભેર યાદ કરશે આ ઉર્ષ મુબારક અવસરે સૌરાષ્ટ્રના પ્રત્યેક ગામોના દાઉદી વ્હોરા બિરાદરો પોતાનાં પરંપરાગત વસ્ત્રોમાં આવી મહાન ઓલિયા મુલ્લાં જાફરજી જીવાજી સાહેબને ગર્વભેર શ્રદ્ધાના ફૂલો ન્યોછાવર કરી આંસુની અંજલિ અર્પણ કરશે ખાસ કરીને દાઉદી વ્હોરા સમાજના ૫૩ માં દાઈ (સર્વોચ્ચ ધર્મગુરુ) નામદાર ડો. સૈયદના અબુ જાફરુસ્સાદિક આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.) અમરેલી પધરામણી કરે અને તેમના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ અંગે પણ ખાસ માતમની મજલીસનું આયોજન પણ હાથ ધરાયું હોવાનું જાણવામાં આવે છે આ ઉર્ષ મુબારકને લઈ વ્હોરા બિરાદરોમાં રૂહાની આનંદ છવાયો છે.
Tags:
News