હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
સિપાઈ સમાજ ટ્રસ્ટ દ્વારા ગુજરાત સ્તરનો સિપાઈ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો તેમજ રમત-ગમત કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં જિલ્લામાં, રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ત્રણ નંબર પર સિધ્ધિ પ્રાપ્ત કરેલ યુવાઓનો અને પાસ થયેલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ તથા વર્ષ 2023-24 માં સરકારી નોકરી પ્રાપ્ત કરનાર યુવાઓનો છઠ્ઠો સન્માન સમારોહ તા.22/12/2024 ના રોજ ભાવનગર મુકામે અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ ખાતે યોજવામાં આવનાર છે.
જેમાં ધોરણ 8 અને 9 માં 80 % કે તેથી વધુ, ધોરણ 10, 11 અને 12 (કોમર્સ/આર્ટસ) માં 60% કે તેથી વધુ, ધોરણ 11, 12 (સાયન્સ) માં 50 % કે તેથી વધુ, કોલેજ કે અન્ય ફેકલ્ટીના ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન માં 50 % કે તેથી વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે.
આ પ્રમાણેની લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ તથા યુવાનોએ તા.24/11/2024 સુધીમાં જે તે ગામ કે શહેરના સિપાઈ સમાજ ટ્રસ્ટના કાર્યકરનો સંપર્ક કરી પોતાની લાયકાતનું સર્ટિફિકેટ તથા પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ તથા સર્ટિફિકેટની પાછળ પોતાનું આખું નામ, એડ્રેસ, ગામનું નામ, મોબાઈલ નંબર તથા જે સિપાઈ જમાતમાં હોય તે જમાતનું નામ લખી સર્ટિફિકેટ કાર્યકર્તાઓ ને આપી પહોંચ મેળવી લેવી.
વધારે વિગતો માટે રાજકોટ જિલ્લા માટે જસદણ માટે રફીકભાઈ ચૌહાણ મોં.9427238764, 8849872726 વીંછીયામાં ઇમરાનખાન પઠાણ અને અશરફભાઈ મિરાસૈયદ, નો સંપર્ક કરવો.