અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

બોટાદમાં બે શખ્સોએ યુવાનને છરીના ઘા ઝીંકતા સારવાર દરમિયાન મોત, હત્યાનું કારણ પ્રેમ સંબંધ હોવાનું પ્રાથમિક માહિતી

બોટાદ ઢાંકણીયા રોડ પર તુલસી નગર વિસ્તારમાં યુવાન ઉપર છરીના ઘા ઝીંકી હુમલો કરાતા યુવાનને ગંભીર હાલત હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ યુવાનનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી યુવાનના મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો. પોલીસે બે શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
શહેરનાં ઢાકણીયા રોડપર આવેલા તુલસી નગર-1 વિસ્તારમાં રહેતા હિતેશ વજુભાઈ મહેરીયા જે હિરા ઘસવાનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સાંજના સમયે હિતેશ તેના ઘર પાસે હતો. તે સમયે અજાણ્યા શખ્સોએ હિતેશને છરીના ઘા ઝીંકી હુમલો કર્યો હતો. જેથી યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ટુકિ સારવાર બાદ યુવાનનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો અને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વઘુ તપાસ હાથ ધરી હતી.
શહેરનાં ઢાકણીયા રોડપર આવેલ તુલસી નગર 1માં યુવાનની હત્યાને લઈને પોલીસે તપાસ કરતાં સાયલા તાલુકાના મોટા ભડલા ગામના રોહિત ભરતભાઈ ભોજૈયા અને શ્યામ ગોરધનભાઈ ભોજૈયાએ પ્રેમ સંબંધના કારણે યુવાન હિતેશને ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા બોટાદ પોલીસે બંને શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો