બોટાદ શહેરનાં શાકમાર્કેટ વિસ્તારમાં છેલ્લાં ઘણા સમયથી અસામાજિક તત્વો દ્વારા વેપારીઓને બિભત્સ શબ્દો બોલીને દાદાગીરી કરી દુકાનો આગળ વાહનો ,લારીઓ મુકીને વેપારીઓને હેરાન પરેશાન કરાતા હોવાની ઘટના સામે આવી હતી. જેને લઈને શાકમાર્કેટના વેપારીઓ તેમજ હિન્દુ સંગઠનોએ રેલી યોજી બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપી અસામાજિક તત્વોની સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામા આવે તેવી માગ કરવામા આવી હતી.
બોટાદ શહેરનાં શાક માર્કેટ વિસ્તારમાં છેલ્લાં ઘણા સમયથી અસામાજિક તત્વો દ્વારા શાકમાર્કેટના વેપારીઓને હેરાન પરેશાન કરવામા આવી રહ્યા છે.
આ અસમાજીક તત્વો વેપારીઓની દુકાનોની આગળ વાહનો મુકીને વેપારીઓને હેરાન પરેશાન કરવામા આવે છે જેથી વેપારીઓ દ્વારા તેમની દુકાનો આગળથી વાહનો લેવાનું કહેતા આ અસમાજીક તત્વો દ્વારા વેપારીઓને બિભત્સ શબ્દો બોલી વેપારીઓને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી વેપારીઓને હેરાન પરેશાન કરવામા આવે છે ત્યારે વેપારીઓએ તંત્રને આવા અસામાજિક તત્વો વિરુધ્ધ અવાર નવાર રજૂઆતો કરવા છતા આજ દિન સુધી આવા અસામાજિક તત્વો સામે કોઈ કાર્યવાહી કરવામા નથી
ત્યારે તા.22-11-2024ના રોજ શાક માર્કેટ વિસ્તારના વેપારીઓ, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો એકત્રિત થઈ અસામાજિક તત્વોની દાદાગીરી સામે રોષ વ્યક્ત કરી બાઈક રેલી યોજીને બોટાદ અધિક કલેકટરને આવેદનપત્ર આપી આવા આવા તત્વો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માગ કરવામાં આવી હતી.
અસમાજિક તત્વો દ્વારા માર મારી હેરાન પરેશાન કરવામા આવે છે બોટાદ શહેરનાં શાકમાર્કેટ વિસ્તારમાં દુકાન ચલાવતા વેપારી જીતેન્દ્રભાઈ પાટીવાલાને તેમજ તેના પિતા અને ભાઈને અસમાજીક તત્વોએ નજીવી બાબતે માર માર્યો હતો. જેથી વેપારીઓમાં રોષ ફેલાયો હતો. અને મોટી સંખ્યામાં શાકમાર્કેટના વેપારીઓ એકત્રીત થઈ પોલીસને રજૂઆત કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અમુક અસમાજીક તત્વોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી. બોટાદમાં વેપીરીઓની રેલી નીકળી હતી. તસવીર: કેતનસિંહ પરમર