અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

બોટાદ જિલ્લાના અનેક વિદ્યાર્થીઓ, યુવાનોનુ ભાવિ જોખમમાં

યુવાનોનુ ભાવિ જોખમમાં : મોબાઈલનો સતત ઉપયોગ બાળકોને મગજના રોગનો શિકાર બનાવી શકે

મોબાઈલના દુરુપયોગ અંગે લેખક,ઈનોવેટિવ શિક્ષકના મંતવ્યો‎

સમગ્ર ગુજરાત સહિત સમગ્ર ભારત હાલ ટેકનોલોજીના યુગના બહાને મોબાઈલના ઉપયોગથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકના વાંચનના બદલે બોટાદ જિલ્લાના વિદ્યાર્થીઓ અને યુવાનો મોબાઈલમાં મશગુલ જોવા મળી રહ્યા છે મોબાઈલના દુરુપયોગથી ઘણા ઘરો બરબાદ થયા છે. ત્યારે આ અંગે વિવિધ જાણકારોએ આ અંગે અભિપ્રાય આપ્યા છે.
બોટાદમાં એસ.ટી.ડેપો અને રેલવે સ્ટેશને વિદ્યાર્થીઓ મોબાઈલ પાછળ એટલા બધા ઓળઘોળ થઈ ગયા છે કે કલાકો સુધી મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે જેની ગંભીર અસરો તેમનામાં થઈ રહી છે મોબાઈલના વધુ પડતા ઉપયોગના લીધે નાની ઉમરના બાળકો મગજ, આંખ અને વિચાર વાયુ જેવા રોગથી પીડાઈ રહ્યા છે. જેથી વાલીઓએ બંને ત્યાં સુધી આવા બાળકો કે વિદ્યાર્થીઓને મોબાઈલના ઉપયોગથી દુર રાખવા જોઈએ વિદ્યાર્થીઓ મોબાઇલમાં આવતી ગેમ અને રીલ્સના ચક્કરમાં તેમનું ભાવિ ગુમાવી રહ્યા છે.

આ અંગે સ્કૂલ કે કોલેજમાં જાહેર કાર્યક્રમો યોજી બાળકોને વધુ પડતા મોબાઈલના ઉપયોગના બદલે વાંચન તરફ વળે તેવા પ્રયત્નો કરવા અનિવાર્ય છેઆ અંગે સામાજિક જાગૃતતાની જરૂર છે. વાલી સાથેના સંવાદમાં જાણવા મળ્યું કે બાળકો મોબાઈલના વ્યસની બની રહ્યાનું મૂળ કારણ બાળકને બાળપણથી રડતા રોકવા મોબાઈલ અપાય છે તે ભવિષ્યમાં અનિવાર્ય બનશે.

યુવાનોને મોબાઇલ, સોશિયલ મીડિયાનું વળગણ લાગ્યુ છે

બોટાદના પોઝિટીવ થીંકર અને મોટીવેશનલ સ્પીકર પ્રકાશ ભીમાણી કહે છે કે આજના યુવક અને યુવતીઓ મોબાઇલમાં સોશિયલ મીડિયાના વ્યસની બની રહ્યા છે. ગંભીર બાબત એ છે કે મોબાઈલના વ્યસનથી આંખ હૃદય, સ્નાયુ અને પાચનશક્તિ જેવા રોગ સાથે માનસિક રોગ સામે આવી રહ્યા છે. મોબાઈલનું વ્યસન યુવાનોને ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ લઈ જવા જવાબદાર છે.

આધુનિકતાનાઅતિરેકમાં આંગળીના ટેરવામાં દુનિયા સમાઈ ગઈ

શ્રેષ્ઠ વક્તા અને ઈનોવેટિવ શિક્ષક તથા નેશનલ ઍવોર્ડિત શિક્ષક પ્રવીણભાઈ ખાચરે જણાવ્યુ કે વિદ્યાર્થીઓમાં વધુ પ્રમાણમાં મોબાઈલના ઉપયોગને લઈ ચિંતાનો વિષય એ છે કે બાળકો મોબાઈલ અને ટી.વી.મા એવા કેદ થયા છે કે એમનું સ્મિત,બાળપણ,માનસપટ અને મૌલિકતા, કુતુહલતા ખોવાઈ ગયા છે. બાળકની આંખોમાં આજે વિસ્મયના અંકૂર જ નથી ફૂટી શકતા, એમને નથી જિજ્ઞાસા કે નથી કોઈ પ્રશ્ન ખરેખર આપણું જીવંત રમકડું સતત ઓનલાઈન છે.

લોકો હવે ઈન્ટરનેટ,ઓનલાઈન ગેમમાંથી છુટવા તાલીમ લે છે

લેખક અને યુવા ઇતિહાસકાર અને સંશોધક ડૉ. રાજેશ ચૌહાણ મોબાઈલ પર ટચ મે કોઈ નહિ હૈ... કવિતામાં મધુ પૂર્ણિમાએ મોબાઈલના દૂર ઉપયોગ સંદર્ભે કટાક્ષ કરતા વર્તમાન સ્થિતિનું ચિત્ર સ્પષ્ટ કરે છે. ભવિષ્યમાં મોબાઈલ ટેકનોલોજીની ગુલામીમાંથી મુક્તિ મેળવવા આંદોલન ક્રાંતિઓ થાય તો નવાઈ નહીં વિશ્વના ઘણા દેશોમાં લોકો હવે ઈન્ટરનેટ, સોશ્યલ મીડિયા, ઓનલાઈન ગેમિંગ જેવી પ્રવૃત્તિમાંથી મુક્ત કેમ થવું તેની તાલીમ મેળવી રહ્યા છે.
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો