અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

બોટાદના હિરા ઉદ્યોગમાં મંદી:જિલ્લામાં લાભ પાંચમ દિવસે એક પણ હિરાના કારખાનાઓમા નથી થયાં મૂહૂર્ત

હિરા ઉદ્યોગમાં દિવાળીના વેકેશન બાદ લાભ પાંચમના દિવસે હિરા ઉદ્યોગમાં મૂહૂર્ત કરીને ધીમેધીમે હિરા ઉદ્યોગ શરૂ થતો હોય છે .પરંતુ ચાલું વર્ષે બોટાદ શહેર અને જિલ્લામાં હિરા ઉદ્યોગમાં લાભ પાંચમના દિવસે મૂહૂર્ત થયા નથી અને હિરાની ઓફિસો તેમજ કારખાનાઓમા તાળા જોવા મળે છે અને ક્યારે આ ધંધો શરૂ થાય તે નક્કી નથી. જેથી હિરાના વેપારીઓ અને રત્ન કલાકારો મુશ્કેલીમાં મુકાયા છે.
બોટાદ જિલ્લો ખેતી અને હિરા ઉદ્યોગ આધારિત જિલ્લો છે. બોટાદ શહેર અને જિલ્લામાં બે હજાર કરતા વધારે હિરાના કારખાનાઓ આવેલાં છે. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી હિરા ઉદ્યોગમાં માઠી દશા બેઠી છે. બોટાદમા હિરા ઉદ્યોગમાં મંદીના કારણે દિવાળી પહેલા ઘણાં બધા કારખાનાઓ બંધ થઈ ગયા હતા અને ઘણા કારખાનાઓ શરૂ હતા તે હવે બંધ થવાની તૈયારીમાં છે. જેથી હિરા ઉદ્યોગ ભાંગતો જઈ રહ્યો છે.
બોટાદ શહેરમાં 1700થી વધારે હિરાની ઓફિસો આવેલી છે. તેમજ શહેર અને જિલ્લામાં બે હજાર કરતા વધારે હિરાના કારખાનાઓ છે. જેમા હજારોની સંખ્યામાં લોકો પોતાની રોજીરોટી મેળવે છે. પરંતુ છેલ્લાં બે વર્ષથી હિરામાં મંદીના કારણે હિરા ઉદ્યોગમાં માઠી અસર જોવા મળી રહી છે. ચાલું વર્ષે બોટાદ શહેર અને જિલ્લામા હિરાના કારખાનાઓ તેમજ હિરાની ઓફિસોમાં લાભ પાંચમના મૂહૂર્ત પણ કરાયા નથી અને હિરાની ઓફિસો તેમજ કારખાનાઓમાં ખંભાતી તાળા લાગેલા છે અને ક્યારે હિરાના કારખાનાઓ કે ઓફિસો શરૂ થાય તે નક્કી નથી.
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો