ગઢડા તાલુકાના ગાળા ગામે જુની અદાવતના કારણે એકજ પરિવારના બે જુથ વચ્ચે લાકડીયું, કુવાડી, છરી જેવા હથિયારો સાથે મારામારી સર્જાતા સામસામે બંને પક્ષોના મહિલા સહિત ચાર જેટલા લોકોને ઈજાઓ થતાં ત્રણ લોકોને સારવાર માટે બોટાદ ખસેડ્યા હતા.
જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગાળા ગામે આજે બપોરના સમયે એકજ પરિવારના બે જુથ વચ્ચે મારામારી સર્જાઈ હતી. ગાળા ગામના મારું પરિવારના બે જુથ વચ્ચે ઘણા સમયથી જુની અદાવત ચાલી આવે છે જેથી આજે ફરીવાર જુની અદાવતના કારણે મારામારી સર્જાઇ હતી.
લાકડી, લોખંડની પાઈપ, કુવાડી અને છરી સાથે મારામારી થતાં સામસામે મહિલા સહિત ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં એક મહિલા સહિત ત્રણ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે બોટાદની સબિહા હોસ્પિટલ ખસેડી હતી. જ્યારે ઘટનાની જાણ થતાં ગઢડા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
તેમજ પોલીસની એક ટીમ બોટાદ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને ફરિયાદની તજવીજ હાથ ધરી હતી. સમગ્ર મારામારીની ઘટના અંગે ઈજાગ્રસ્તના સગા ગૌતમભાઈ મારું તેમજ મહેશભાઈ મારુએ હોસ્પિટલથી મીડિયાને માહિતી આપી હતી.