ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં આવેલી ધોળીધાર વિસ્તારમાં રહેતા 35 વર્ષના આરતીબેન શૈલેષભાઈ ગેડીયા નામની પરિણીતાએ શનિવારે અગમ્ય કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું. બનાવની જાણ થતા ધ્રાંગધ્રા સીટી પોલીસે મૃતદેહને સરકારી હોસ્પિટલે પોસ્ટ મોર્ટમ અર્થે મોકલાયો હતો.
મહિલા દ્વારા શા કારણે આત્મહત્યા કરીનું સાચું કારણ જાણવા મળ્યું નથી. હાલતો પોલીસ દ્વારા તપાસ હાથ ધરી કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી હતી.