અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના ગોખલાણા ગામે યુવકનો ઝેર ગટગટાવી આપઘાત

જસદણના ગોખલાણા ગામે 25 વર્ષિય યુવકે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું. યુવકે લોન લીધી હોય જેનું દેવું થઈ જતાં અને લોન ભરપાઈ ન કરી શકતાં યુવકે આ પગલું ભર્યું હોવાનું મૃતકના પરિવારે જણાવ્યું હતું. ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા યુવકનાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
બનાવની જાણવા મળતી પ્રાપ્ત વિગતો અનુસાર જસદણ તાલુકાના ગોખલાણા ગામે રહેતા કિરણ જેઠાભાઈ પરમાર (ઉ. વ. 25) નામના યુવકે ગઈ કાલ સવારે 9 વાગ્યાં આસપાસ પોતાના ગામમાં ઝેરી દવા પી લીધી હતી. જેની જાણ યુવકનાં પરિવારને થતાં તાકીદે તેને સારવાર અર્થે જસદણ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો.

જ્યાં સારવાર દરમિયાન ગઈ કાલ રાત્રિના દમ તોડી દેતાં ગમગીની છવાઈ ગઈ હતી. મૃતક યુવક જસદણમાં ખાનગી દવાખાનામાં નોકરી કરતો હતો. યુવકે લોન લિધી હોય જે ભરપાઈ ન કરી શકતાં અને દેવું થઈ જતાં આ પગલું ભર્યું હોવાનું મૃતકના પરિવારજને જણાવ્યુ હતું.

પોલીસે બનેલા આ બનાવ અંગે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.


વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો