બોટાદમા ઘર પાસે ફટાકડા ફોડવાની ના પાડવા બાબતે આધેડને 4 ઈસમોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
પોલીસ સુત્રો દ્વારા મળતી માહીતી મુજબ બોટાદ પાળીયાદ રોડ ઉપર આવેલ જનતા 2 મા રહેતા હર્ષદભાઈ ચન્દ્રકાંતભાઈ પંડ્યા ઉ.વર્ષ 64એ તા.31-10-2024ના રોજ પોતાના ઘરે હતા તે દરમીયાન હર્ષદભાઈના ઘરની પાસે રહેતા અભયભાઈ ભરતભાઈ પરમાર અને કાનો ઉર્ફે ખુશાલ ભરતભાઈ હર્ષદભાઈની ગાડીએ પાસે ફટાકડા ફોડતા હતા જેથી હર્ષદભાઈએ ગાડી પાસીથી દુર ફટાકડા ફોડવાનુ કહેતા અભયભાઈ ભરતભાઈ પરમાર અને કાનો ઉર્ફે ખુશાલ ભરતભાઈ અને એક અજાણ્યો ઈસમ હર્ષદભાઈને માર મારી ઇજા પહોંચાડી હતી.