અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

બોટાદની પરીણીતાને સાસરીયાઓ દ્વારા શારીરીક- માનસિક ત્રાસ આપતાં ફરિયાદ

બોટાદની પરીણીતાને સાસરીયા પક્ષ દ્વારા માર મારી શારીરીક અને માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બનાવ અંગે મળતી માહીતી મુજબ બોટાદ યોગીરાજ સ્કુલ પાસે શંકરપરામા રહેતા મુસ્કાનબેન ઉ.વર્ષ 23ના લ્ગ્ન આજ થી ચાર વર્ષ પહેલા બોટાદ શંકરપરામા રહેતા ઈમરાનભાઈ યાસીનભાઈ કાસમીયા સાથે થયા હતા 

લગ્ન બાદ મુસ્કાનબેન સાસરીમાં પતિ ઇમરાનભાઈ, સસરા યાસીનભાઈ, સાસું કુસુમબેન, જેઠ આમીરભાઈ ઉર્ફે લાલો અને જેઠાણી રુમાનાબેન સંયુક્ત કુટુંબમાં રહેતા હતા અને એકાદ મહીના બાદ મુસ્કાનબેનના પતિ મુસ્કાનબેનને કહેતા હતા કે તુ તારા પિયરમાંથી પાંચ લાખ રૂપિયા લઈ આવ તેવુ મુસ્કાનબેનને અવાર નવાર કહેતા હતા અને મુસ્કાનબેનના પહેલા બીજે લગ્ન કર્યા હતા તે બાબતે મુસ્કાનબેનના સાસુ સસરા મુસ્કાનબેનના પતિને ચડામણી કરતા હતા કહેતા હતા કે આના પહેલા બીજે લગ્ન કરેલ હતા.

આને તુ શુ કામ લઇ આવ્યો છો તેમ કહી મુસ્કાનબેન વિરૂધ્ધ ચડામણી અવાર નવાર કરતા મુસ્કાનબેનના પતિ મુસ્કાનબેનને ઢીકાપાટુથી મુંઢમાર મારતા હતા. પાંચ મહીના બાદ મુસ્કાનબેન અને તેમના પતિ અમો બંને બોટાદ મહમદ ગફુર સોસાયટીમાં અલગ રહેવા જતા રહ્યા હતા ત્યારે મુસ્કાનબેનના પતિને કોઈ અન્ય સ્ત્રી સાથે પ્રેમ સબંધ હોય જેથી આ બાબતે મુસ્કાનબેન તેમના પતિને પ્રેમ સબંધ રાખવાની ના પાડતા મુસ્કાનબેનના પતીએ મુસ્કાનબેનને ઢીકાપાટુથી મુંઢમાર મારી અને કહેતા હતા કે હવે પછી મને કાંઈ પણ કહીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા હતા અને શારીરીક માનસીક દુખત્રાસ આપતા હતા.
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો