અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

થાન દુષ્કર્મ બનાવનો આરોપી ખાખરાળથળની વીડમાંથી ઝડપાયો

થાનગઢમાં સગીરા ઘરમાં સૂતી હતી ત્યારે પાડોસમાં રહેતો શખસ આવી શારીરિક અડપલા કરવા લાગ્યો હતો. આ બનાવની ફરિયાદ નોંધાતા આરોપી ફરાર થઇ ગયો હતો. જેને થાન પોલીસે ખાખરાથળની વીડમાંથી ઝડપી પાડ્યો હતો. થાનગઢ શહેરના વિસ્તારમાં એક સગીરા પોતાના ઘરની ઓસરીમાં સૂતી હતી. 
ત્યારે પાડોશમાં રહેતો ગોવીંદભાઇ સારલા આવી તિક્ષ્ણ હથિયારની અણીએ સગીરાને રૂમમાં લઇ ગયો હતો. જ્યાં શારીરિક અડપલા કરતા સગીરાએ બૂમો પાડી હતી. આથી આરોપી ફરાર થઇ ગયો હતો. આ બનાવની થાન પોલીસ મથકે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે જિલ્લા પોલીસવડાની સૂચનાથી થાન પોલીસ ટીમ દ્વારા બનાવી આ ફરાર આરોપી શોધવા માટે તપાસ હાથ ધરાઈ હતી. 

થાન પોલીસ સ્ટાફના માણસો સાથે અંગત અને વિશ્વાસુ બાતમીદારો તથા હ્યુમન સોર્સની મદદથી આ કામના આરોપી ગોવિંદભાઇ સારલાને ખાખરાથળ વીડમાંથી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ કાર્યવાહીમાં પીઆઇ વી.કે. ખાંટ, પીએસઆઇ એમ.ટી. ગઢવી, રાજેશભાઇ સહિત પોલીસ ટીમ જોડાઇ હતી.
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો