બોટાદમા અગાઉ થયેલ બોલાચાલીની દાઝ રાખી ત્રણ ઈસમોએ મહિલાને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ અંગે પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદના તુરખા રોડ ઉપર રહેતા ભારતીબેન નરેશભાઈ જીલીયા (ઉ.વ. 35) ગત તા.27-11-2024ના રોજ તેમના ભાઈઓ સાથે ઝરીયા ગામમાં આવ્યા હતા. આ દરમિયાન વલકુભાઈ દરબારની વાડીએ કપાસ વિણવા ગયા હતા તે સમયે સાંજના સમયે ભારતીબેનનો ભત્રીજો રંગીતભાઈ કાળુભાઈ જીલીયા, મહેશ ઉર્ફે નાનો કાળુભાઈ જીલીયા અને સુરેશભાઈ માવજીભાઈ જીલીયા હાથમા લાકડી અને ધોકો લઈ આવી ભારતીબેનને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
આ બનાવ અંગે ભારતીબેને રંગીતભાઈ કાળુભાઈ જીલીયા, મહેશ ઉર્ફે નાનો કાળુભાઈ જીલીયા અને સુરેશભાઈ માવજીભાઈ જીલીયા વિરૂધ્ધ બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આમ સાવ નજીવી બાબતમાં બોટાદમાં મહિલાને માર મારવામાં આવતા આ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.