હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં લગ્નગાળો રાત દિવસ ચાલી રહ્યો છે ત્યારે કેટલાંક મફતિયા લોકો વગર આમંત્રણે ઘુસી જતાં યજમાન વર્ગ ભારે પરેશાની ભોગવી રહ્યો છે આ માટે જો યજમાન પોતે પોલીસ ફરિયાદી બને તો કેટલાંય મફતિયાના અનેક કાળા કરતુતો બહાર આવવાની સંભાવના પણ નકારી શકાય તેમ છે
જસદણમાં આમ તો માત્ર લગ્નના જમણવારમાં નહી પરંતુ શહેરની કોઈ પણ સમાજની વાડી હોલ પાર્ટી પ્લોટ કે ફાર્મ હાઉસ હોટલમાં કોઈ પણ પાર્ટીએ લગ્ન જન્મદિન મરણ કે અન્ય રાજકીય ધાર્મિક રીતે જમણવાર ગોઠવ્યું હોય ત્યાં શહેરના ૨૫ થી ૩૦ મફતિયાઓ વગર આમંત્રણે ઘુસી જઈ સીધાં ભોજન પર તરાપ મારતાં હોવાથી આમંત્રિતોને પણ ભારે અગવડતા પડે છે
એવું નથી કે વગર આમંત્રણે ઘુસી જતાં લુખ્ખાઓ ગરીબ વર્ગમાંથી આવે છે પણ મોટાં ભાગના મફતિયાઓ પૈસે ટકે સધ્ધર હોવા છતાં વર્ષોથી ભોજન સમારોહમાં મફતમાં સારું સારું ઝાપટવા માટે જ આવે છે અને ઘરધણીના ધ્યાન ન આવે તેવી રીતે સાથે લાવેલ પ્લાસ્ટિકના ઝબલામાં મીઠાઈ અને યજમાનના જમણવારમાં ઍવી કોઈ ચીજ વસ્તુઓ રેઢી પડી હોય તો ખિસ્સામાં આસાનીથી સેરવી દે છે
આથી યજમાનને બેવડો માર પણ સહન કરવો પડી રહ્યો છે મફતિયાઓ જસદણમાં કેટલાંયના પાટિયા ભાંગતા હોવાથી કયાં કોનો જમણવાર છે? તે તેમને ચાર દીવસ પહેલા ખબર પડી જાય છે આનું મુખ્યત્વે કારણ કે યજમાનએ તેમનાં પ્રસંગના કાર્ડ આમંત્રિતોને આપ્યાં હોવાથી કેટલાંક મફતિયાઓ દુકાનો ધરાવતાં હોવા છતાં ભોજન સમારોહમાં માત્ર મીઠાઈ ખાવા જ આવે છે અને પાછાં તક મળે તો હાથ પણ મારી લ્યે છે.
જોકે અત્યાર સુધી કોઈ સમારોહમાં યજમાનની કોઈ મોટી મત્તા ગઈ ન હોવાથી કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી પણ બેશરમી મફતિયાઓ ભોજન સમારોહમાં વગર આમંત્રણે ઘુસી જતાં હોવાથી પ્રસંગમાં થોડી તો અડચણ ઉભી થાય છે.