WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ પંથકમાં પરિણીતા પર પાડોશી યુવકે આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ

જસદણ પંથકમાં દુષ્કર્મની ઘટના સામે આવી હતી. જેમાં પાડોશી શખ્સે જ પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો બહાર આવી હતી. બનાવ અંગે ભાડલા પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો. 
જેમાં ધાક-ધમકી આપી જુદા-જુદા સ્થળે બોલાવી મરજી વિરુદ્ધ કુકર્મ આચર્યું હોવાનો પરિણીતા દ્વારા આક્ષેપ કરાયો હતો. આ દુષ્કર્મના બનાવમાં ભાડલા પોલીસે પશુપાલન કરતા આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

જસદણ તાલુકામાં આવતા કનેસરા ગામના વિપુલ રૂડાભાઇ મેવાડા નામના 25 વર્ષના આરોપીની અટકાયત કરવામાં આવી છે. 

જેમાં ભાડલા પોલીસ મથકે 32 વર્ષીય પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી કે, 2 મહિના પહેલા આરોપી પાડોશી શખ્સએ તેનો સંપર્ક કર્યો હતો અને મોબાઈલ ફોનમાં વાત કરી હતી. બાદમાં એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું હતું. 

કોઈને વાત ન કરવાની પણ ધમકી આપવામાં આવી હતી. જેથી બદનામીના ડરે પરિણીતાએ કોઈને વાત કરી નહોતી. આ પછી અવાર-નવાર જુદી-જુદી જગ્યાએ બોલવીને બળજબરી પૂર્વક પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. 

આ બનાવમાં પરિણીતાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આરોપીએ તેની મરજી વિરુદ્ધ અનેક વખત શરીર સંબંધ બાંધ્યો હતો. આ ફરિયાદ મળતા ભાડલા ના પીએસઆઈ એ.એન. કામળીયાએ બીએનએસ કલમ 64(1) અને 64(2) (એમ) મુજબ ગુનો દાખલ કર્યો હતો.

જે પછી રાજકોટ જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ, ડીવાયએસપી કે.જે. ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ ભાડલા પોલીસે આરોપીની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.

આરોપી યુવક ભોગ બનનારના પાડોશમાં રહે છે. જેથી અવાર-નવાર તેણીનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. પછી મોબાઈલ નંબર મેળવી ફોન પણ કરતો હતો અને મળવા માટે દબાણ પણ કરતો હતો. 

બાદમાં સંપર્ક વધારી અલગ-અલગ જગ્યાએ બોલાવીને હવસ સંતોષી હતી અને કોઇને કશું ન કહેવાની ધમકી પણ આપતો હતો. જેથી ભાડલા પોલીસે ભોગ બનનારના આક્ષેપ મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો