WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

સુરેન્દ્રનગરમાં વધતી ગુનાખોરીને લઇ જિલ્લા પોલીસનું રાત્રિ ચેકિંગ

સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા ગુનાખોરીના બનાવોને લઇ જિલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.ત્યારે હાલ જિલ્લા પોલીસ દ્વારા રાત્રી ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે.જેમાં રાત્રે 11 કલાક બાદ વગર કારણે બહાર ફરતા અને શંકાસ્પદ લોકોની પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ગુનાખોરીનુ પ્રમાણ વધી રહ્યુ છેજેમાં ખાસ કરી રાત્રે ચોરી દારૂની હેરાફેરી સહિત ગુના ખોરીના બનાવો સામે આવતા હોય છે.ત્યારે જિલ્લા પોલીસવડા ડો.ગીરીશભાઇ પંડ્યાએ ગુના ખોરી અટકાવવા અને રાત્રી પેટ્રોલીંગ અને કોમ્બીંગ ચેકીંગ હાથધરવા સુચના આપી હતી.જેને લઇ સુરેન્દ્રનગર શહેરના સીટી એડીવીઝન,બીડીવીઝન, જોરાવરનગર, વઢવાણ સહિત પોલીસ મથકોએ પોલીસ ટીમ દ્વારા શહેરના દરેક પ્રવેશ માર્ગો તથા મુખ્યમાર્ગોપર રાત્રીના 11 કલાક બાદ ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે.જેમાં બીનજરૂરી મોડી રાત્રી સુધી રખડતા લોકો અને શંકાસ્પદ લોકોને અટકાવી પુછપરછ હાથ ધરાઈ રહી છે.


ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો