ભારતીય માર્કેટમાં સ્માર્ટફોનની વધતી ડિમાન્ડને કારણે હવે મોબાઈલ કંપનીઓ દેખાવમાં સ્ટાઈલિશ અને ફીચર રીચ ફોન બનાવી રહી છે. આજના સમયમાં ગ્રાહકો માત્ર જબરજસ્ત ફીચર્સ ધરાવતા જ ફોન નહીં, પરંતુ દેખાવમાં આકર્ષક સ્માર્ટફોન પર પણ વધારે ફોકસ કરી રહ્યા છે.
જેને ધ્યાનમાં રાખીને કંપનીઓ પણ એવા ફોન પણ ડિઝાઈન કરી રહ્યા છે, જે દેખાવમાં વધારે સારા હોય છે. હાલમાં માર્કેટમાં Curved Display અને Flat Screen બંને પ્રકારના સ્માર્ટફોન અવેલેબલ છે, જેના કસ્ટમર્સ પણ જુદા જુદા હોય છે.
પરંતુ સવાલ એ છે કે નવો સ્માર્ટફોન ખરીદતી વખતે ગ્રાહકોએ ફ્લેટ સ્ક્રીન કે પછી Curved સ્ક્રીન કયો ફોન પસંદ જોઈએ ? આ સવાલોના જવાબમાં આજના આર્ટિકલમાં અમે તમને બંને ડિસ્પ્લેના ફાયદા અને નુક્સાનની માહિતી જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે સમજી શક્શો કે તમારે કયો ફોન ખરીદવો જોઈએ ?
Flat અને Curved બંને ડિસ્પ્લેની પોતપોતાની ખાસિયતો છે, જેમાંથી તમે તમારી જરૂરિયાત અને બજેટ પ્રમાણે યોગ્ય ડિસ્પ્લેવાળો ફોન સિલેક્ટ કરી શકો છો.
હવે Curved ડિસ્પ્લેની વાત કરીએ તો આગળ જણઆવ્યા પ્રમાણે આ ફોન દેખાવમાં આકર્ષક હોય છે. જેની સાથે સાથે તેની ડિસ્પ્લે પર વીડિયો જોવાનો એક્સપીરિયન્સ પણ વધારે સારો હોય છે.
જ્યારે નુક્સાનની વાત કરીએ તો કર્વ્ડ ડિસ્પ્લે વાળા ફોન પર ટેમ્પર્ડ ગ્લાસ લગાવવો થોડો મુશ્કેલ હોય છે, જેને કારણએ સિક્યોરિટીની ચિંતા રહે છે. સાથે જ આ ટેમ્પર્ડ ગ્લાસ નીકળી પણ જલ્દી જાય છે. સૌથી મહત્વની વાત એ છે કે કર્વ્ડ ડિસ્પ્લેવાળા ફોન્સ ફ્લેટ ડિસ્પ્લવાળા ફોનની સરખામણીએ ઘણા મોંઘા આવે છે.
Flat Display વાળા ફોન
ફ્લેટ ડિસ્પ્લેવાળા ફોનના ફાયદાની વાત કરીએ તો તેના પર ટેમ્પર્ડ ગ્લાસ લગાવવા સરળ હોય છે, જેને કારણે આ ફોન વધારે સેફ રહે છે. આ ઉપરાંત તેમાં બબલ આવવાનો ચાન્સ પણ ઘટી જાય છે. સૌથી ખાસ વાત એ છે કે ફ્લેટ ડિસ્પ્લે ધરાવતા સ્માર્ટફોન Curved ડિસ્પ્લેવાળા ફોનની સરખામણીએ ખૂબ જ સસ્તા આવે છે.
જ્યારે નુક્સાનની વાત કરવામાં આવે તો ફ્લેટ ડિસ્પ્લે ધરાવતા ફોનની સરખામણીએ Curved ડિસ્પ્લે ધરાવતા ફોન ઓછા આકર્ષક હોય છે. સાથે જ ફ્લેટ ડિસ્પ્લે ધરાવતા ફોન પર વીડિયો જોવાનો એક્સપીરિયન્સ Curved ડિસ્પ્લેની સરખામણીએ થોડો ઓછો સારો હોય છે.