ઈન્સ્ટાગ્રામે પોતાના યુઝર્સ માટે એક નવી અપડેટ જાહેર કરી છે. આ અપડેટ બાદ હવે તમારી ઈન્સ્ટાગ્રામ ફીડ તમે તમારી જાતે જ બદલી શક્શો. સરળ શબ્દોમાં કહીએ તો તમારા ઈન્સ્ટાગ્રામ ફીડ પર જે વિડિયો જોઈ રહ્યા છો, તે આખે આખું કન્ટેન્ટ રિસેટ થઈ જશે અને નવી સર્ચ હિસ્ટ્રી પર બેઝ્ડ તમને આખું નવું જ કન્ટેન્ટ તમારી ફીડ પર જોવા મળશે.
તેમાં Reels, Explore અને Feed એમ બધા જ પ્રકારના કન્ટેન્ટ રેકમન્ડેશન સામેલ છે. ચાલો જાણીએ કે ફોટો અને વીડિયો શેરિંગ પ્લેટફોર્મનું આ નવું ફીચર શું છે અને કેવી રીતે કામ કરે છે ?
Instagram એ પોતાની લેટેસ્ટ બ્લોગ પોસ્ટ દ્વારા એક નવા ફીચર અંગે માહિતી આપી છે. બ્લોગ પોસ્ટ પ્રમાણે ફોટો અને વીડિયો શેરિંગ પ્લેટફોર્મ હાલ એક વા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે.
આ ફીચર દ્વારા યુઝર્સ પોતાના ઈન્સ્ટાગ્રામ અલ્ગોરિધમને રિસેટ કરીને તેને સંપૂર્ણ રીતે રિફ્રેશ કરી શકે છે. જો તમે તમારા જૂના ઈન્સ્ટાગ્રામ સજેશન્સથી કંટાળી ચૂક્યા છો, કે પછી તમારી વૉલ પર એકના એક પ્રકારનું કન્ટેન્ટ સજેસ્ટ થઈ રહ્યું છે, એક જેવી જ રીલ્સ અને પોસ્ટ દેખાઈ રહી છે, તો આ નવું ફીચર તમારા કામનું છે.
Reset Suggested Content નામનું આ ફીચર સિલેક્ટ કર્યા બાદ ઈન્સ્ટાગ્રામ તમારી સર્ચ અને વૉચ હિસ્ટ્રીના આધારે નવું અલ્ગોરિધમ સર્વ કરશે.
આ નવું કન્ટેન્ટ રીલ્સ, એક્સપ્લોર અને ફીડ એમ બધી જ જગ્યાએ રિફ્રેશ થશે. જો કે આગળ જણાવ્યું તે પ્રમાણે હાલ આ ફીચર હજી તો ટેસ્ટિંગ ફેઝમાં છે. જો કે કંપની ટૂંક સમયમાં જ આ ફીચરને ગ્લોબલી રોલઆઉટ તરી શકે છે.
ઈન્સ્ટાગ્રામનું આ નવું Reset Suggested Content ફીચર કેવી રીતે કામ કરશે ?
1. સૌથી પહેલા તમારા ફોનમાં ઈન્સ્ટાગ્રામ ઓપન કરો.
2. હવે ત્રણ ડોટ મેન્યુ ઓપ્શન પર જઈને Settings and activity ટેબ પર જાવ.
3. અહીં તમને Suggested Content ની અંદર નવું Reset Suggested Content ઓપ્શન દેખાશે.
4. Reset Suggested Content ઓપ્શન પર જઈને તમારે નેક્સ્ટ બટન દબાવવાનું છે.
5. બાદમાં તમારે Reset Suggested Content પર ટેપ કરવાનું છે.
હવે તમારા ઈન્સ્ટાગ્રામનું અલ્ગોરિધમ સંપૂર્ણ રીતે ચેન્જ થઈ જશે અને તમને નવું કોન્ટેન્ટ સજેસ્ટ થવા લાગશે.