અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ત્રણ વર્ષથી નાસતા ફરતા પ્રોહીબીશનના આરોપીને બોટાદ LCBએ સુરતમાંથી પકડી પાડ્યો

બોટાદ LCB પોલીસની ટીમે રાણપુર પંથકના પ્રોહીબીશનના કેસમાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરતના કામરેજમાંથી દબોચી લીધો છે. આ સાથે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ત્રણ વર્ષ જૂનો પ્રોહીબીશનનો ગુનો
રાણપુર તાલુકાના ખસ ગામના રહેવાસી મહેશભાઈ ઉર્ફે માવજી ઉર્ફે માવલો ધીરૂભાઈ રાઠોડ વિરુદ્ધ ત્રણ વર્ષ પહેલા રાણપુર પોલીસ મથકે પ્રોહીબીશનનો ગુનો દાખલ થયો હતો. 
રાણપુર પોલીસ તેમની ધરપકડ કરવા તત્પર હતી, પરંતુ મહેશભાઈ પોલીસને ટાળી રખતો અને નાસતો ફરતો રહ્યો.

બોટાદ LCBને આરોપીની જાણકારી મળી
છેલ્લે બોટાદ LCBને મળેલી માહિતીના આધારે ખબર પડી કે, આરોપી મહેશભાઈ ધીરૂભાઈ રાઠોડ હાલ સુરત શહેરના કામરેજ વિસ્તારમાં રહે છે.

સુરતથી આરોપીની ધરપકડ
LCBની ટીમે તાત્કાલિક સુરતના કામરેજ વિસ્તારની સુર્ય દર્શન સોસાયટીમાં પહોંચીને મહેશભાઈને ઝડપી પાડ્યો.
આગળની તપાસ શરૂ
હાલમાં બોટાદ LCB દ્વારા આ કેસમાં આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો