બોટાદ પોલીસે આરોપીનું મેડિકલ રિપોર્ટ કરીને વધુ તપાસ આદરી
બોટાદમાં એક ઈસમે 17 વર્ષની સગીરાને હેરાન પરેશાન કરીને ધાકધમકી આપી દુષ્કર્મ ગુજાર્યુ હતું જે અંગે સગીરાના પિતાએ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી જેથી બોટાદ પોલીસે ગણતરીની કલાકમાં આરોપીની ધરપકડ કરી હતી.
બોટાદમાં રહેતો અને કાપડની દુકાન ચલાવતો જીગ્નેશભાઈ હરીભાઈ સાગઠીયા ઉ.વર્ષ 24 નામનો શખ્સ છેલ્લાં કેટલાક દિવસોથી 17 વર્ષની સગીરાને સગીરાને ફોન કરીને મળવા માટે ધાક ધમકી આપતો હતો.
તારીખ 30-11-24 ના રોજ સગીરાને ફોન કરીને ધમકી આપીને બોટાદના ટાવર રોડ ઉપર આવેલ યોગી ગેસ્ટહાઉસમા સગીરાને લઈ જઈ ધમકી આપી દુષ્કર્મ કર્યું હતું.
આ બનાવ અંગે સગીરાએ તેના પરીવાર જનોને જાણ કરતા સગીરાના પિતાએ જીગ્નેશભાઈ હરીભાઈ સાગઠીયા રહે સાળંગપુર રોડ 10 નંબરના ખુંટા પાસે વિરૂધ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમા દુષ્કર્મ અને પોસ્કોની કલમ હેઠળ ગુનો નોધાવ્યો હતો અંતે બોટાદ પોલીસે આરોપી જીગ્નેશભાઈ હરીભાઈ સાગઠીયાને ઝડપી મેડિકલ રીપોર્ટ બાદ તપાસ હાથ ધરી છે.