સાયલા ના ગંગાજળ ગામે થી લીલા ગાંજા નું વાવેતર પકડાયું
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના ગંગાજળ ગામે ગેરકાયદેસર લીલા ગાંજાના રૂ. 1.74 લાખનો મુદામાલ સાથે એક શખશ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.
જેમાં સુરેન્દ્રનગર એસ.ઓ.જી. ટીમે વાવેતરના છોડ નંગ-10, વજન 17 કિલો 450 ગ્રામ કિંમત રૂ. 1.74,500 સાથે એક ઇસમને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર એસ.ઓ.જી. ટીમના પીઆઇ બી.એચ.શીંગરખીયાને બાતમી મળી હતી કે, ગભરૂભાઇ દાદભાઇ ખાચર ( કાઠી દરબાર, રહે- ગંગાજળ તા.સાયલા જી.સુરેન્દ્રનગર ) ઘજાળા પોલીસ સ્ટેસન વિસ્તારના ગંગાજળ ગામ પોતાના કબજા ભોગવટાના ભોગવટાના મકાનના ફળીયામાં ગેરકાયદેસર ગાંજાનાં છોડનું વાવેતર કરેલુ છે.
આ ગાંજાના છોડ તેઓએ વેચાણ માટે વાવેલુ છે, જે બાતમી આધારે રેઈડ કરી આરોપી પાસેથી ગેરકાયદેસર લીલા ગાંજાના છોડ નંગ-10 વજન 17 કિલો 450 ગ્રામ કિંમત રૂ. 1,74,500 સાથે પકડી પાડી કેસ શોધી કાઢી ધોરણસર અટક કરી ધજાળા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કર્યો છે.
સુરેન્દ્રનગર એસઓજીના આ દરોડામાં પીઆઇ બી.એચ.શીંગરખીયા, પીએસઆઇ એન.એ.રાયમા, અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ, અશ્વિનભાઇ ઠારણભાઇ, અરવિંદસિંહ દિલુભા ઝાલા, અમરકુમાર કનુભાઇ ગઢવી અનિરૂધ્ધસિંહ અભેસંગભાઇ ખેર, રવિરાજભાઇ મેરૂભાઇ ખાચર, અનિરૂધ્ધસિંહ ભરતસિંહ ઝાલા, મુનાભાઇ નાનજીભાઇ રાઠોડ, બળદેવસંગ અમરસંગ ડોડીયા, મહાવિરસિંહ જોરુભા રાઠોડ, ચેહરભાઇ અમરશીભાઇ ઝીંઝુવાડીયા, બલભદ્રસિંહ નરેન્દ્રસિંહ રાણા અને અશ્વિનભાઇ કરશનભાઈ વાઘેલા સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો.