લીંબડી અમદાવાદ હાઈવે પર દેવપરાના પાટિયા પાસે ડમ્પર પાછળ આઈસર ઘૂસતાં આઈસર ચાલકનું મોત નિપજ્યું હતું.
મુંબઈથી આઈસરમાં મચ્છી ભરીને એઝાઝભાઈ નગરી, ક્લિનર હુસૈનભાઈ ગામેતી વેરાવળ જઈ રહ્યા હતા. આઈસર અમદાવાદ-લીંબડી હાઈવે ઉપર દેવપરા ગામના પાટિયા પાસે આગળ જતાં ડમ્પર ચાલકે અચાનક બ્રેક મારતા આઈસર ડમ્પર પાછળના ભાગે ઘૂસી ગયું હતું. અકસ્માતમાં 25 વર્ષીય આઈસર ચાલક એઝાઝ નગરીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.