બોટાદ એલસીબી પોલીસે બાતમીના આધારે એલ.સી.બી. ટીમ બાતમી વાળી જગ્યાએ જઈ રેડ પાડતા ત્યા જુગાર રમતા સાબીર ઉર્ફે સદામ ફિરોઝભાઈ માંકડ, અકબર નુરાભાઈ જોખીયા. સિકદર રહેમાનભાઈ ખોખર, સોહીલ ગફારભાઈ મમાણી, આસીફ જીણાભાઈ ભાસ, નવાઝ સબીર કુરેશી, ઘનશ્યામ બાબુભાઈ તલસાણીયા, સાહીદ સતારભાઈ ભાસ અને રમજાન ઉર્ફે ટીંચો સુલેમાનભાઈ ભટ્ટી ને રોકડ રૂપિયા 24,250 સાથે ઝડપી પાડી ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.