હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
વિછીયામાં વિછીયા ગામ સમસ્ત તેમજ સ્વ. વીણાબેન અનિલકુમાર બરછા ની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. વિછીયા ગામ સમસ્તનો આ 14 મો રક્તદાન કેમ્પ હતો. તમામ રક્તદાતાઓએ આ મહારક્તદાન કેમ્પમાં ખૂબ જ સારી એવી કુલ મળીને 245 રક્તની બોટલોનું દાન કરેલ હતું.
વિછીયા અને આજુબાજુના ગામના તમામ લોકોએ ખૂબ જ સારો એવો સહયોગ પૂરો પાડેલ હતો કાર્યક્રમની શરૂઆત પ.પુ. મહંત શ્રી કનૈયાગીરી બાપુના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ હતી. માનવતાના આ ઉમદા કાર્યમાં વિછીયા સિવિલ કોર્ટના ન્યાયાધીશ સાહેબ શ્રી જોષી સાહેબ તથા PSI શ્રી સરવૈયા સાહેબની વિશેષ ઉપસ્થિતિ ખૂબ જ પ્રેરણાદાયક રહી હતી. ન્યાયાધીશ સાહેબે રક્તદાન કરી ઉમદા ઉદાહરણ પ્રસ્તાપીત કર્યું તે વિશેષ નોંધનીય છે. વ્યવસાય કે વહેવારમાં આભાર હોય પરંતુ માનવતા જીવંત રાખવાનું ઈશ્વરીય કાર્ય હોય તમામ રક્તદાતાઓ ધન્યવાદને પાત્ર હોય પુનઃ પુનઃ ધન્યવાદ. નેત્રયજ્ઞમાં લાભાર્થીઓને 372 આંખના નંબર ચેક કરીને ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને ખૂબ જ સારી એવી સફળતા મળી હતી. વિછીયા ગામના તમામ નાગરિકોએ ખાસ ઉપસ્થિત રહીને તમામ રક્તદાતાઓ અને આયોજકોને ખૂબ જ સારો સહયોગ પૂરો પાડ્યો હતો. કાર્યક્રમમાં અનિલભાઈ બરછા, સલીમભાઈ રૂપાણી, જયંતીભાઈ ચાવડા, બીપીનભાઈ જસાણી, કિશોરસિંહ ગોહિલ, શામજીભાઈ ધોરીયા, દેવાભાઈ રાજપરા, વલ્લભભાઈ ઝાપડિયા, ડો. હિતેશભાઈ ગોહિલ, વિનોદભાઈ વાલાણી વીગેરે લોકો હાજર રહ્યા હતા. વિછીયા તાલુકા આરોગ્ય - શિક્ષણ વિભાગના કર્મચારીઓ ખૂબ જ સારી સેવા આપી હતી તે વિશેષ નોંધનીય છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ઘણા દિવસથી મહેનત કરતા શુભાંગ બરછા, પરેશ કટેશીયા, ધાર્મિક રાઠોડ, વિક્રમસિંહ ગોહિલ, ભરતભાઈ રોજાસરા, મહેશભાઈ બાવળીયા, ધવલભાઇ મૂળિયા ની સમગ્ર ટીમને તમામ લોકોએ ખૂબ જ બિરદાવી હતી અને ભવિષ્યમાં આવા કાર્યો કરતા રહે તેવી અપેક્ષા રાખી હતી . આયોજકો દ્વારા તમામ રક્તદાતાઓ અને સહયોગીઓનો હૃદય પૂર્વક આભાર વ્યક્તકરવામાં આવે છે. વિશેષ વિંછીયા ગામના એક જાગૃત નાગરિક શ્રી કમલેશભાઈ મહેતાએ પોતાનું 51 મું રક્તદાન કરી ખૂબ જ ધન્યતા અનુભવી હતી.