બોટાદમાં પ્રેમ સંબંધ બાબતે યુવકને સમજાવા જતા બે ઈસમોએ યુવકને માર મારી જાનથી મારી નાખવાની ધ્મકી આપી હતી. આ બનાવ અંગે મળતી માહીતી મુજબ બોટાદના તુરખા રોડ શક્તિપરામાં રહેતા પરેશભાઈ નરશીભાઈ ધરજીયા ઉ.વર્ષ 35એ તા.6-12-2024ના રોજ પરેશભાઈ તેમના મામાના દિકરા અશોકભાઈ સવજીભાઈ સોલંકી અને પરેશભાઈના પત્નિ ભાવનાબેન વચ્ચે પ્રેમ સંબધ હોય તે બાબતે તેમને સમજાવા ગયા હતા.
ત્યારે અશોકભાઈ અને તેમના પત્નિ મીનાબેન બન્નેએ પરેશભાઈને ગાળો આપતા પરેશભાઈ ઘરે પરત આવી ગયા હતા .
ત્યારબાદ પરેશભાઈ ઢાકણીયા રોડ ઉપર વિહાવાવ પાસે નવી આંગણવાડી પાસે આવતા તે સમયે અશોકભાઈના બે ભાણીયા લાકડી લઈને આવી પરેશભાઈને માર મારી ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ધ્મકી આપી હતી આ બનાવ અંગે પરેશભાઈએ અશોકભાઈ સવજીભાઈ સોલંકી, મિનાબેન અશોકભાઈ સોલંકી અને અશોકભાઈના બે ભાણીયા વિરૂધ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમા ગુનો નોધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બોટાદમાં પ્રેમ સંબંધ બાબતે યુવકને સમજાવા જતા બે ઈસમોએ યુવકને માર મારતા ભારે ચકચાર મચી ગઈ હતી.