Reporter: Rajesh Limbasiya
જસદણના જુના પીપળીયા ગામ નજીક કાર ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી બેસતા કાર પલટી ખાઈ ગઈ હતી અને ત્રણથી ચાર ગોથા ખાઈ ગઈ હતી. આ અકસ્માતના બનાવમાં કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જો આ અકસ્માત સમયે કાર ચાલક સિવાય અન્ય કોઈ વ્યક્તિ સવાર ન હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી.
આ અકસ્માતના પગલે સેવાભાવી એકઠા થઈ ગયા હતા અને કાર ચાલકને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડી રાહતનો શ્વાસ લીધો હતો.