WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ એસ ટી ડેપોની બસો બંધ રહેતા મેનેજર વિરૂદ્ધ વિદ્યાર્થીઓના સુત્રોચાર

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
એસટી તંત્રના પાપે વિદ્યાર્થીઓ પરેશાન જસદણ ભાડલા રૂટ ની બસ છેલ્લા આઠ દિવસથી બંધ હોય તેને લઈને શિયાળાની ઠંડીમાં વિદ્યાર્થીઓને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.
ભાડલા થી જસદણ આવતી બસમાં આઠથી નવ ગામના વિદ્યાર્થીઓ જસદણ અભ્યાસ માટે આવતા હોય છે જેમાં હાઈસ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ વધારે પ્રમાણમાં આવતા હોય છે.
ત્યારે એસટી તંત્રના બોગસ વહીવટ તંત્રના હિસાબે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન. આવી કડ કડતી ઠંડીમાં વહેલી સવારે રિક્ષામાં આવવું પડે છે ટાઈમસર રીક્ષા ન ઉપાડતા સ્કૂલ અને કોલેજમાં જવામાં મોડું થઈ જાય છે.
આજે જસદણ એસટી ડેપોમાં વિદ્યાર્થીઓ દ્વારા બસની સામે બેસીને ધરણા ધરવામાં આવ્યા હતા તેમજ ડેપો મેનેજર વિરુદ્ધ સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. 
ભાડલા જિલ્લા પંચાયત સદસ્ય મનસુખ સાકરીયા દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી વિરોધ કરવામાં આવ્યો હતો જસદણ એસટી ડેપોમાં ભાડલા રૂટ ની બસ રોકીને વિરોધ કરવામાં આવ્યો હતો ડેપો મેનેજર ભાવના ગોસ્વામી દ્વારા લેખિતમાં ખાતરી આપતા વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન સમેટી. લેવામાં આવ્યું હતું.

તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો