હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજકોટના રેસ્કોર્સ માં ગત વિકમાં વૃદ્ધ અને વૃક્ષ માટે મોરારીબાપુની માનસ સદ્દભાવના રામકથા નવ દિવસ ચાલી દરમિયાન પૂજ્ય મોરારીબાપુએ ખાસ કરીને રામાયણ સાથે વૃદ્ધ અને વૃક્ષની વાતો દરરોજ કરી આ કથામાં દરેક વયના હજજારો લોકો ઊપસ્થિત રહ્યા જેમાં દરેકને પ્રેરણા મળે એવી અનેક વાતો વ્યાસપીઠ પરથી રજુ થઈ ત્યારે આ અંગે જસદણ જીઆઈડીસી એસોસિએશન અને શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડએ આ અંગે પોતાનો પ્રતિભાવ વ્યકત કરતાં જણાવ્યું હતું કે ગત રવિવારના રોજ નવ દિવસીય રામકથા રાજકોટમાં પુર્ણ થઈ જેમાં હજજરો લોકોએ કથાનું રસપાન કર્યુ.
જેનાં થકી વૃદ્ધો અને વૃક્ષોનો લાભ આગામી દિવસોમાં લોકોને વધુ મળશે પણ આ કથા દ્વારા બીજાં અનેક કામો પૂ. મોરારિબાપુ રામકથાના માધ્યમ થકી થશે વધુમાં વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે પૂજ્ય મોરારીબાપુ સામાજિક જાગરણનું કામ વર્ષોથી કરી રહ્યા છે.
પરંતું રાજકોટની આ રામકથામાં અનેક સંકલ્પો થયાં તે દેશ માટે એક ખરાં અર્થમાં અનેક પ્રકારની લોકસેવા થશે જ એમાં કોઈ શંકાને સ્થાન નથી કથા દરમિયાન અનેક લોકોના દિલમાં જુદા જુદા અંકુર ફૂટ્યા તે આવનારા દિવસોમાં વટવૃક્ષ સાબિત થશે જ છેલ્લે વિજયભાઈ એ જણાવ્યું હતું કે રાજકોટ સદ્દભાવના વૃદ્ધાશ્રમના વિજયભાઈ ડોબરીયા અને તેમની ટીમના અનેક સભ્યો વર્ષોથી સેવાકાર્ય કરે છે.
તેથી માણસ તો ઠીક બળદો જેવાં પશુઓની પણ માવજત કરી રહ્યા છે ત્યારે તેમનાં કાર્યને નત મસ્તકે વંદન પણ કથા પછી સદ્દભાવના ટ્રસ્ટની જવાબદારી વધશે પણ એનાં દ્વારા લોકોને પણ લાભ મળશે.
Tags:
News