જસદણ શહેર ભાજપ પ્રમુખ તરીકે વિજયભાઈ રાઠોડની નિમણુંક થતાં ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા
જસદણ: પાંચમાં પૂછાતાં જસદણ જીઆઈડીસી એસોસિએશનના પ્રમૂખ અને વિખ્યાત તિર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મંદિરના ટ્રસ્ટી વિજયભાઈ રાઠોડની ગુજરાત પ્રદેશ ભાજપએ જસદણ શહેર પ્રમુખ તરીકે નિમણુંક કરતાં આ અંગે તેમને ઠેર ઠેરથી શુભેચ્છા મળી રહી છે રસોઈમાં નમક જે અદ્દભુત સ્વાદ આપે છે એવાં પારદર્શક જીવન જીવનારા વિજયભાઈની નિમણુંક થતાં તેમને કુંવરજીભાઈ બાવળિયા ડો. ભરતભાઈ બોઘરા અમરશીભાઈ રાઠોડ અલ્પેશભાઈ રૂપારેલિયા મુકેશભાઈ મકવાણા હિતેશભાઈ ગોસાઈ હુસામુદ્દીનભાઈ કપાસી સહિતનાંઓએ અભિનંદન પાઠવ્યા હતા અત્રે નોંધનીય છે કે ભુતકાળમાં વિજયભાઈ રાઠોડએ પક્ષ માટે લોહી પાણી એક કરી પક્ષમાં તન મન અને ધનથી સક્રિય કામગીરી કરી છે ઉલ્લેખનીય છે કે જસદણ નગરપાલિકાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સ્વભાવિક વિજયભાઈની કામગીરી વધી જશે.