WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

દીકરી: પ્રેમ, જવાબદારી અને સંઘર્ષની ગાથા

આપણે ત્યાં દીકરીનો મહિમા એના જન્મ સાથે પણ જોડી દેવામાં આવ્યો છે. દીકરીનો જન્મ થાય એટલે દીકરી આવી એમ આપણે નથી કહેતા. એમ કહીએ કે લક્ષ્મી આવી. દીકરીનો જન્મ થાય એટલે માતાની તો આખી જિંદગી બસ દીકરીની આસપાસ જ ફર્યા કરે છે. પિતા પણ કઠોર હૃદયના હોય તો દીકરીના જન્મ પછી એમના વાણી વર્તનમાં એક જાતની નરમાસ કુમાસ હળવાશ આવી જાય છે.

દીકરીને માતાપિતા બહુ લાડ પ્યાર કરે છે. સંયુક્ત કુટુંબ હવે બહુ જોવા મળતા નથી ( એ આપણી બહુ મોટી કમનસીબી છે ) જો હોય તો દીકરી માતાપિતા ઉપરાંત કાકા કાકી ફોઈ ફુવા દાદા દાદીની ખુબ જ લાડકી હોય છે.
દીકરીના પાલનપોષણમાં કોઈ કમી રાખવામાં આવતી નથી. માતાપિતા ગરીબ હોય કે મધ્યમવર્ગના હોય કે શ્રીમંત ઘરના હોય દીકરીને પરીની માફક ઉછેરવામાં આવે છે. દીકરીને અદકેરા લાડ પ્યારથી મોટી કરવામાં આવે છે. દીકરીની તમામ ઈચ્છા અરમાન માંગો પુરી કરવામાં આવે છે. દીકરી લગ્ન થાય ત્યાં સુધી ઘરોમાં એક રોનક એક બરકત હોય છે. દીકરીનું મોઢું જોઈએ તો આપણે એક જાતની શાંતિ સુકુન ચેનનો અહેસાસ થાય છે. દીકરી માટે માતાપિતાનું ઘર એક સ્વર્ગ એક જન્નત હોય છે 
હવે દીકરી ઉંમરલાયક થતા દીકરીને પરણાવવામાં આવે છે. દીકરીના લગ્ન થાય એટલે આખુ ચિત્ર બદલાઈ જાય છે.
દીકરી પરીમાંથી સીધી ગુલામ દાસી બની જાય છે સ્વર્ગ જન્નતમાંથી સીધી દીકરી નર્કમાં દોજખમાં આવી જાય છે. દીકરી પર ચારેબાજુથી અંકુશ બઁદિશ આવી જાય છે પિયરમાં હવામાં ઊડતી દીકરી સીધી ભોંય પર પછડાય છે. દીકરીના પગમાં બેડી આવી જાય છે. એના હસવા મોટેથી બોલવા પર પ્રતિબંધ આવી જાય છે. તમે કોઈ પરણેલી દીકરીને ખડખડાટ હસતી છેલ્લે ક્યારે જોઈ હતી? યાદ નથી આવતું ને?

દીકરીના બોલવા ચાલવા હરવાફરવા માનો કે જીવવા પર જ પ્રતિબંધ મુકાય જાય છે. માતાપિતા ખાનદાનની ઈજ્જત આબરૂના નામે દીકરીની હાલત પાલતુ જાનવર કરતા પણ ખરાબ કરી નાખવામાં આવે છે. દીકરી રિબાઈ રિબાઈને દિવસો પસાર કરે છે
[
ગઈ કાલ સુધી માતાપિતા સાથે નાનામાં નાની વાત બહુ ઉત્સાહ ઉમઁગથી કરતી દીકરી લગ્ન પછી માતાપિતાથી ઘણું બધું છુપાવતી ફરે છે. દિલમાં ડૂચો લઈ પીસાયા કરે છે. માતાપિતાના ઘરે મોજથી આનંદથી જીવતી દીકરી પૈસે ટકે મોહતાજ ગુલામ થઈ જાય છે. પોતાના ઘરે પિયર પોતાની દીકરીને પોતાના કલેજાના કટકાને બોલાવવા પરાયા દીકરીના સાસરાવાલા પાસે જમાઈ પાસે કરગરવું પડે છે. કાલાવાલા કરવા પડે છે. સિંહ જેવા પિતાની આવી દયનીય હાલત મારાથી તો જોવાતી નથી. 
પિયરમાં ડ્રેસ પહેરી દીકરીને સાસરામાં સાડી પહેરવી પડે છે સાસુ સસરા પતિ અને સૌથી મોટુ ટેન્શન નણંદના આંગળીના ઈશારે આંખના ઈશારે નાચવું પડે છે.એ લોકો આપણી લાડકી સાથે મનફાવે તેમ મનમાં આવે તેમ વર્તન કરે છે. દિવસમાં પચાસ વાર મહેણાંટોણા મારી દીકરીનું જીવવાનું હરામ કરી નાખે છે. 
માતાપિતા ખાસ કરીને પિતા આવા અજાણ્યા કસાઈઓના હાથોમાં પોતાના કલેજાના કટકાને આજીવન શા માટે પીસાવા કચડાવા દબાવવા રિબાવા રડવા મરવા સોંપી દે છે એ જ મને સમજાતું નથી. કન્યાદાન શબ્દ જ હવે દીકરી અને પિતાની ડિકશનરીમાંથી તાત્કાલિક ભૂંસી નાખવાની ખાસ જરૂર છે. કન્યાદાન આ જમાનામાં બહુ મોટુ પુણ્ય નહીં બહુ મોટુ ભયંકર પાપ છે.
દીકરી બિચારી સવારે વહેલી ઉઠી રાતે મોડે સુધી ગુલામની માફક દાસીની જેમ ચુપચાપ 24/7 કામ કરતી રહે છે. વગર પગારે આજીવન કામ કામ બસ કામ. આટઆટલુ કર્યા પછી પણ પતિ સાસુ નણંદ દીકરીને 24/7 અદ્રશ્ય ચાબુક મારતા જ રહે છે. દીકરીના બરડા પર સોળ પર સોળ ઉપસતા જ રહે છે. દીકરી મજબુરીમાં કઈ કહી પણ શકતી નથી અને સહન પણ કરી શકતી નથી. અંતે પંખા સાથે લટકી જન્મટીપ કેદમાંથી મુક્તિ મેળવી લે છે.
લગ્ન વ્યવસ્થા ઉત્તમ વ્યવસ્થા હતી હવે નથી. આપણી પાસે લગ્નનો કોઈ વિકલ્પ નથી. પણ મારો સવાલ એ છે કે આપણી પાસે માતાપિતા પાસે સમાજ પાસે લગ્નનો કોઈ વિકલ્પ નથી પણ એનો ભોગ આપણી દીકરીઓ પોતાના જીવના જોખમે શા માટે ચૂકવે? 
દીકરીઓ ક્યાં સુધી રિબાયા કરશે? ક્યાં સુધી પીસાયા કરશે?? ક્યાં સુધી દબાતી રહેશે? ક્યાં સુધી કચડાતી રહેશે? ક્યાં સુધી કમોતે મરતી રહેશે? તમે વિચારો આપણે એક બે દિવસ ઘરની બહાર હોઈએ બહારગામ કોઈ કામસર ગયા હોય તો સાંજના છેડે આપણે કેવું આપણું ઘર યાદ આવે છે? એમ થાય છે ને જલ્દી આપણા ઘરે પહોંચી જઈએ? આપણે આપણા ઘરમાં આવીએ પછી આપણે હાશ થાય છે. પણ દીકરી બિચારીને રોજ સવાર સાંજ ક્યારે તો કલાકે કલાકે મિનિટે મિનિટે માતાપિતા પોતાનું ઘર પિયર યાદ આવે છે પણ કોઈએ આજ દિવસ સુધી એ વિશે એ દિશામાં કેમ વિચાર્યું નહીં હોય? આપણે કેમ એ વિશે વિચારતા નથી? પરિવાર સમાજ આ ખુબ જ અગત્યની વાત વિશે કેમ કોઈ દિવસ વાત કરતા નથી?
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા 
સુરત 
93769 81427

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો